કિમ જોંગને હવે શું થયું? ઉત્તર કોરિયાએ ધડધડ બે દેશોમાં બંધ કરી એમ્બેસી, દક્ષિણ કોરિયાએ કરી દીધો મોટો દાવો
સાઉથ કોરિયાની યોનહાપ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે નોર્થ કોરિયા ટૂંક સમયમાં સ્પેનમાં પોતાની એમ્બસી બંધ કરશે
મળતી માહિતી મુજબ, 26 ઓક્ટોબરે સ્પેનિશ કમ્યુનિસ્ટ પાર્ટીને લખેલા પત્રમાં સ્પેનમાં પોતાની એમ્બસીને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે મોટા આર્થિક સંકટ તરફ ઈશારો કરી રહ્યો છે
North Korea closes multiple embassies around the world: નોર્થ કોરિયાએ આવનાર સમયમાં ઘણા દેશોમાં તેની એમ્બસી બંધ કરવાનો નિર્યણ લીધો છે. સ્પેન, હોંગકોંગ અને આફ્રિકામાં નોર્થ કોરિયા તેની એમ્બસી બંધ કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ નોર્થ કોરિયા ખુબ જ ટૂંકા સમયમાં વિશ્વના એક ડઝનથી વધુ દેશોમાં તેની એમ્બસી બંધ કરવા જઈ રહ્યું છે.
આ બાબતે સાઉથ કોરિયાએ ટીપ્પણી કરી છે કે અન્ય દેશમાં પોતાની એમ્બસી બંધ કરવાનો અર્થ એ છે કે તે દેશ ખુબ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે નોર્થ કોરિયા પર એટલો દબાવ છે કે વિદેશમાં પોતાની અસ્તિત્વ જાળવવા માટે ખુબ તકલીફો વેઠવી પડે છે.
સાઉથ આફ્રિકાના બે દેશોમાં એમ્બસી બંધ
સોમવારે નોર્થ કોરિયાએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે સાઉથ આફ્રિકાના અંગોલા અને યુગાન્ડા એમ બે દેશોમાં પોતાની એમ્બસી બંધ કરવાની સતાવાર સુચના આપી દેવામાં આવી હતી. 1970માં અંગોલા અને યુગાન્ડા સાથે નોર્થ કોરિયાએ મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપિત કર્યા હતા. ત્યારથી આજ સુધી તેમની વચ્ચે સેન્ય સહયોગ રહ્યું હતું તેમજ અનેક યોજનાઓમાં ભાગીદાર રહ્યા હતા. પરંતુ હવે એમ્બસી બંધ થયા બાદ તેમની વચ્ચે ડિપ્લોમેટિક સંબંધો નહિ રહે.
નોર્થ કોરિયાના મીડિયામાં ચર્ચા
આ બાબતે નોર્થ કોરિયાના મીડિયામાં પણ ખુબ ચર્ચો થઇ રહી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે નોર્થ કોરિયાની અર્થવ્યવસ્થા આવનાર સમયમાં પડી ભાંગી શકે છે. એવામાં દેશ સામે આ પગલું લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નોર્થ કોરિયાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમોના વિસ્તારને રોકવાના હેતુથી તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેના કારણે હાલ સંકટની સ્થિતિ છે.
વિદેશમાં એમ્બસી મેન્ટેનન્સનું સંકટ
મીડિયા રીપોર્ટ અનુસાર આર્થિક સંકટના કારણે નોર્થ કોરિયાને વિદેશમાં તેની એમ્બસીના મેન્ટેનન્સમાં ભારે સંકટોનો સામનો કરવો પડતો હતો. એટલા માટે જ તેને એમ્બસી બંધ કરવી પડી. માહિતી મુજબ એક સમયે નોર્થ કોરિયાને 159 દેશો સાથે ઔપચારિક સંબંધો હતા. પરંતુ હવે આ સંબંધો ધીરે ધીરે તૂટતા જાય છે. કિમ જોંગનો પરમાણુ અને મિસાઈલ પ્લાન દેશને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે.