Get The App

એલાસ્કામાં નોર્થ અમેરિકન એરોસ્પેસ ડીફેન્સ કમાન્ડે (નોરાડે) રશિયન અને ચાઈનીઝ યુદ્ધ વિમાનોને આંતર્યા

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
એલાસ્કામાં નોર્થ અમેરિકન એરોસ્પેસ ડીફેન્સ કમાન્ડે (નોરાડે) રશિયન અને ચાઈનીઝ યુદ્ધ વિમાનોને આંતર્યા 1 - image


- રશિયન વિમાનો ઘણીવાર અમેરિકાની આકાશી સીમા પાસે આવે છે પરંતુ, ચીનનાં વિમાનો સાથે આવ્યાં તે વધુ ચિંતાજનક છે, જન. ગિલોટ

એન્કરેજ, વૉશિંગ્ટન : ધી નોર્થ અમેરિકન એરો સ્પેસ ડીફેન્સ કમાન્ડે (નોરાડે) રશિયન અને ચાયનીઝ યુદ્ધ વિમાનોની એક ટુકડીને અમેરિકાની આકાશ સીમા નજીક આંતરી હતી તેમ સીએનએન અમેરિકાના સંરક્ષણ અધિકારીઓને ટાંકતાં જણાવે છે.

આ ટુકડીમાં બે રશિયન ટીયુ-૯૫, બેર બોમ્બર્સ અને ૨ ચાઈનીઝ એચ-૬ બોમ્બર્સ પણ હતાં. તેઓ અમેરિકાના એરડીફેન્સ આઇડેન્ટીફીકેશન ઝોન (એડીઝ)ના આલાસ્કા વિસ્તાર પાસેથી પસાર થયાં પરંતુ તે ચારે અંતરરાષ્ટ્રીય આકાશી વિસ્તારમાં હતાં તેથી તત્કાળ તો તેથી કોઈ ભીતિ ઉત્પન્ન થતી નથી. તેમ અમેરિકાના નોર્ધન કમાન્ડ પૈકીના આલાસ્કા વિસ્તારના અધ્યક્ષ જન. ગ્રેગરી ગિલોટે અમેરિકી સંસદની સંરક્ષણ બાબતની સમિતિને જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે રશિયાનાં ટીયુ-૯૫ વિમાનો તો આ તરફ ઘણીવાર આવે છે. પરંતુ તેમની સાથે ચીનનાં પણ યુદ્ધ વિમાનો આ તરફ આવ્યાં તે એક નવ પરિમાણ છે, અને તે ચિંતાજનક પણ છે. રશિયાનાં યુદ્ધ વિમાનો સાથે, ચીનનાં યુદ્ધ વિમાનો આવ્યાં હતાં તે મૂળ તો રશિયન યુદ્ધ વિમાનો ટીયુ ૯૫ની સુધારેલી આવૃત્તિ જ છે.

આ ઉપરથી કહી શકાય કે ચાયનીઝે પણ આર્ટિક વિસ્તારમાં વધુ રસ લેવાનું શરૂ કરી દીધું છે. તેઓએ કહ્યું હતું કે આથી વધુ ઉત્તરમાં જવાની ચીનની મહત્ત્વાકાંક્ષા છતી થાય છે. ચીન હવે આર્થિક વિસ્તાર (ધુ્રવવૃત્ત પ્રદેશમાં) વૈજ્ઞાાનિક કે ટેકનિકલ મિશનનાં આર્ટિક ઝોનમાં પણ પગ પેસારો કરી રહ્યું છે. તે વધુ ચિંતાજનક છે તેમ પણ જનરલ ગીલોટે અમેરિકાની સેનેટની સંરક્ષણ બાબતો વિષેની સમિતિને જણાવ્યું હતું.

આ ઘટના આર્ટિક વિસ્તારની અમેરિકા અને કેનેડા બંનેની સલામતી માટે ચિંતાજનક છે. વિશેષત: આર્ટિક વિસ્તાર સુધી પ્રસરવાની ચીનની મહેચ્છા તેની વ્યૂહાત્મક મહેચ્છાને સ્પષ્ટ કરે છે. આથી આપણે સાવચેત રહેવું અનિવાર્ય છે તેમ જનરલ ગ્રેગરી ગિલોટે સ્પષ્ટ શબ્દોમાં સેનેટની સંરક્ષણ બાબતો વિષેની સમીતીને સાફ શબ્દોમાં કહ્યું હતું.


Google NewsGoogle News