નોર્વેજીયન લેખક જોન ફોસેને સાહિત્યનો નોબેલ પુરસ્કાર, જાણો તેમનું સાહિત્યમાં પ્રદાન

નોર્વેજીયન સાહિત્યકારે સાહિત્યના વિવિધ પ્રકારોમાં ખેડાણ કર્યુ છે

જોન ફોર્સે ઉપન્યાસોની શૈલીને ફોર્સે મિનિમલિઝ્મ કહેવામાં આવે છે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
નોર્વેજીયન લેખક જોન ફોસેને સાહિત્યનો નોબેલ  પુરસ્કાર, જાણો તેમનું સાહિત્યમાં પ્રદાન 1 - image


સ્ટોકહોમ,૫ ઓકટોબર,૨૦૨૩,ગુરુવાર 

નોર્વેના લેખક જોન ફોસ્સેને સાહિત્ય ક્ષેત્રના સૌથી ટોચના નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાઇસેંઝના મહાસચિવ હેંસ એલગ્રેનને સ્ટોકહોમ ખાતે આ પુરસ્કારની જાહેરાત કરી હતી. નોર્વેના જોન ફોસેને પોતાના અભિનય નાટકો અને ગધ સાહિત્ય માટે નોબેલ સન્માન મળ્યું છે. જોન ફોર્સે ઉપન્યાસોની એક એવી શૈલીમાં લખ્યા છે જેને ફોર્સે મિનિમલિઝ્મ કહેવામાં આવે છે. 

 જોન ફોર્સે બે ડઝનથી વધારે નાટકો, નવલકથાઓ, કવિતા સંગ્રહ, નિબંધ અને બાળ સાહિત્યનું સર્જન કર્યુ છે. તેમના પુસ્તકોનો ૪૦ થી વધુ ભાષમાં અનુવાદ કરવામાં આવ્યા છે. નાટકોના એક હજારથી વધુ મંચન થયા છે. અત્રે યાદ રહે ગત વર્ષ ૨૦૨૨માં સાહિત્યું નોબેલ પારિતોષિક ફેંચ લેખિકા એની અર્નોને મળ્યું હતું. આ ફ્રાંસિસી લેખિકાનું મોટા ભાગનું સાહિત્ય આત્મકથાત્મક અને સમાજશાસ્ત્રીય વિષય પર આધારિત હતું. જયારે ૨૦૨૩નું નોબેલ જેમને મળવાનું છે તે નોર્વેજીયન સાહિત્યકારે સાહિત્યના વિવિધ પ્રકારોમાં ખેડાણ કર્યુ છે. નોબેલ સન્માન મળ્યા પછી ફોસે પ્રતિક્રિયા આપી હતી કે હું ખૂબ ખૂશ છું. 

સાહિત્યના ક્ષેત્રમાં આ કુલ ૧૨૦મો પુરસ્કાર છે.  રોયલ સ્વીડિશ એકેડમી હવે પછી ૬ ઓકટોબરે નોબેલ શાંતિ પુરસ્કાર અને ૯ ઓકટોબરે અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર જાહેર કરશે. સ્વીડીશ સંશોધક આલ્ફ્રેડ નોબેલ મરણોપરાંત સંપતિ મુકીને ગયા હતા તેમાંથી વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગણાતા નોબેલ એવોર્ડ વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી માટે આપવામાં આવે છે  જેમાં ૧.૧ કરોડ સ્વીડિશ ક્રોનર (૧૦ લાખ ડોલર)ની રોકડનો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News