Nobel Prize 2023 : TV-કોમ્પ્યુટર સ્ક્રીનને LED ટેક્નોલોજી આપનારા 3 વૈજ્ઞાનિકોને અપાયો કેમિસ્ટ્રીનો નોબલ
મૈસાચ્યૂસેટ્સ ઈન્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક મોઉંગી જી. બાવેંડી, કોલંબિયા યુનિવર્સિટીના લુઈ ઈ. બ્રુસ અને નૈનોક્રિસ્ટલ્સ ટેકનોલોજીના એલેક્સી આઈ. એકીમોવને કેમિસ્ટ્રીનો નોબલ પુરસ્કાર અપાયો
નોબલ પુરસ્કાર-2023 (Nobel Prize 2023) હેઠળ મેડિસિન ક્ષેત્રમાં કોવિડ વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિકોને નોબલ પુરસ્કાર તેમજ ફિઝિક્સમાં આ 3 દિગ્ગજોને નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરાયા બાદ હવે કેમિસ્ટ્રીના નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. TV-કોમ્પ્યુટર સ્ક્રીનને LED ટેક્નોલોજી આપનારા 3 વૈજ્ઞાનિકોને કેમિસ્ટ્રીનો નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે.
આ 3 વૈજ્ઞાનિકોને કેમિસ્ટ્રીનો નોબલ પુરસ્કાર
મૈસાચ્યૂસેટ્સ ઈન્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક મોઉંગી જી. બાવેંડી (Moungi G. Bawendi), કોલંબિયા યુનિવર્સિટીના લુઈ ઈ. બ્રુસ (Louis E. Brus) અને નૈનોક્રિસ્ટલ્સ ટેકનોલોજીના એલેક્સી આઈ. એકીમોવ (Alexei I. Ekimov)ને કેમિસ્ટ્રીનો નોબલ પુરસ્કાર અપાયો છે. ક્વાન્ટમ ડૉટ્સની શોધ કરી વિકસીત કરવા બદલ ત્રણે વૈજ્ઞાનિકોને આ સન્માન અપાયું છે.
ક્વાન્ટમ ડૉટ્સની શોધ બાદ આરોગ્ય ક્ષેત્રે પણ થયો ફાયદો
ક્વાન્ટમ ડૉટ્સ ખુબ જ નાના નૈનોપાર્કિટલ્સ છે. આના કારણે સ્ક્રીનને વિવિધ રંગો મળે છે. ઉપરાંત LED લેંપ ચાલુ કરવામાં તેમજ શરીરમાંથી ટ્યૂમર નિકાળવામાં ડૉક્ટરો માટે સરળ અને ઉપયોગી સાબિત થયું છે. ક્વાન્ટમ ડૉટ્સ ખુબ જ નાના જોકે શક્તિશાળી કણ હોય છે. જેટલો નાનો કણ, તેટલો જ વધુ ફાયદો... ક્વાન્ટમ ડૉટ્સ નાના હોવા ઉપરાંત જુદી જુદી આકૃતિઓના હોય છે... આકાર અને આકૃતિઓના કારણે તેમાંથી વિવિધ રંગો ઉત્પન્ન થાય છે. LED સ્ક્રીનવાલા ટીવીમાં ક્વાન્ટમ ડૉટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો... એલઈડી બલ્બ અને લેંપ બનાવાયા... એટલું જ નહીં ક્વાન્ટમ ડૉટ્સના કારણે આરોગ્ય ક્ષેત્રે પણ ખુબ જ મદદ મળી છે. આ ટેકનોલોજી ડોક્ટરો માટે શરીરમાંથી ટ્યૂમરવાળી પેશી એટલે કે ટિશ્યૂ નિકાળવા ખુબ જ ઉપયોગી સાબિત થઈ છે.
ક્વાન્ટમ ડૉટ્સની શોધ કેવી રીતે કરાઈ ?
1980ની શરૂઆતમાં એલેક્સી એકીમોવે નૈનોપાર્ટિકલના લેવલ પર પ્રકાશને વિવિધ રંગોમાં વિભાજીત કરવામાં સફળતા મેળવી હતી. કોપર ક્લોરાઈડના નૈનોપાર્ટિકલના કારણે આ રંગો મળ્યા હતા... થોડા વર્ષો બાદ લુઈ બ્રુસે પણ આવું જ કર્યું... કોઈપણ પ્રવાહી પદાર્થને તરતો મુકવા માટે નૈનોપાર્ટિકલનો આકાર અને આકૃતિ જરૂરી હોવાનું સંશોધન કરનાર લુઈ બ્રુસ વિશ્વના પ્રથમ વૈજ્ઞાનિક છે...
ત્યારબાદ 1993માં માઉંગી બાવેંડીએ ક્વાન્ટમ ડૉટ્સનું પરફેક્ટ કેમિકલ પ્રોડક્શન કરી નાખ્યું અને તેના કારણે ઘણી ચીજ-વસ્તુઓ બનવા લાગી... જેમ કે કોમ્પ્યુટર સ્ક્રીન, ટીવી સ્ક્રીન, QLED ટેકનોલોજી વિકસીત થઈ...
દરમિયાન વર્ષ 2023 માટેના ભૌતિકી (ફિઝિક્સ)માં નોબલ પુરસ્કારની ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. રૉયલ સ્વીડિશ એકેડમી (Royal Swedish Academy) દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ફિઝિક્સમાં પિયરે એગોસ્ટિની (Pierre Agostini), ફેરેંક ક્રૂજ (Ferenc Krausz) અને એની એલ હુઈલિયર (Anne L’Huillier)ને આ એવોર્ડ મળ્યો છે. પદાર્થમાં ઇલેક્ટ્રોન ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે પ્રકાશના એટોસેકન્ડ પલ્સ ઉત્પન્ન કરવાની પ્રાયોગિક પદ્ધતિઓને ધ્યાને લઈ આ એવોર્ડ અપાયો છે.
ઉલ્લેખનિય છે કે, Covid-19 મહામારીને ફેલાતી રોકવા mRNA વૈક્સીન બનાવનાર વૈજ્ઞાનિકો કૈટેલિક કૈરિકો (Katalin Kariko) અને ડ્રુ વેઇસમેન (Drew Weissman)ને મેડિસિનનું નોબેલ પુરસ્કાર આપવાની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. બંને વૈજ્ઞાનિકોએ વૈક્સિન દ્વારા વિશ્વભરના વૈજ્ઞાનિકોને વિચારસરણી બદલી નાખી. શરીરમાં થતા ઈમ્યૂન સિસ્ટમની અસર એટલે કે એક્શન અને રિએક્શન બંનેને વૈજ્ઞાનિકો સમજી શક્યા હતા. કોરોના વાયરસ શરીરમાં કેવી રીતે ફેલાઈ રહ્યો છે, તે શરીરના કયા ભાગમાં વધુ અસર કરી રહ્યો છે... આ બધી બાબતો સમજ્યા બાદ બંને વૈજ્ઞાનિકોએ mRNA વેક્સીનનો ફોર્મ્યૂલા વિકસાવી... ત્યારબાદ વેક્સીન પણ બનાવાઈ... વાસ્તવમાં આપણી કોશિકાઓના ડીએનએને મેસેંજર RNA એટલે કે mRNAના રૂપમાં બદલવામાં આવ્યું, જેને ઈન વિટ્રો ટ્રાન્સક્રિપ્શન પણ કહેવામાં આવે છે. કૈટેલિક આ પ્રોસેસને 90ના દાયકાથી વિકસીત કરી રહી હતી. આ દરમિયાન ડ્રુ વેઇસમેન કેટેલિકના નવા સાથી બન્યા... જેઓ શ્રેષ્ઠ ઈમ્યૂનોલોજિસ્ટ છે... ત્યારબાદ બંનેએ મળીને ડેંડ્રિટિક સેલ્સની તપાસ કરી... કોવિડ દર્દીઓની ઈમ્યૂનિટી તપાસી... ત્યારબાદ વેક્સીનથી ઉત્પન થતા ઈમ્યૂન રેસપોન્સને વધાર્યું... તેમણે mRNA પ્રોસેસથી વેક્સીન બનાવી, જેનાથી લોકોને કોરોનામાંથી રાહત મળી.
• કોવિડ વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિકોને મેડિસિનનો નોબલ પુરસ્કાર, વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો
• ફિઝિક્સમાં 3 વૈજ્ઞાનિકોને નોબલ પુરસ્કાર, વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો