'2024માં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકામાં અરાજકતા ફેલાશે', નિક્કી હેલીએ તાક્યું નિશાન
કહ્યું - અમેરિકાને એક એવા કેપ્ટનની જરૂર છે જે સ્થિર રાખે ન કે તેને ડૂબાડવાનો પ્રયાસ કરે
જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવી એ ટ્રમ્પની એક મોટી ભૂલ હતી
USA President Election 2024 | રિપબ્લિકન પાર્ટીના (Republican Party) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ (Nikki Haley) અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Nikki haley attack on Donald Trump) સામે નિશાન તાકતાં કહ્યું કે જો ટ્રમ્પ 2024ની ચૂંટણી જીતી જશે તો ચાર વર્ષ માટે દેશભરમાં અરાજકતા ફેલાશે. આ અમેરિકા માટે ઘાતક સાબિત થશે.
અમેરિકાને યોગ્ય કેપ્ટનની જરૂર
નિક્કી હેલીએ કહ્યું કે અમેરિકાને એક એવા કેપ્ટનની જરૂર છે જે સ્થિર રાખે ન કે તેને ડૂબાડવાનો પ્રયાસ કરે. લાસ વેગાસમાં એક કાર્યક્રમને સંબોધતા નિક્કી હેલીએ ટ્રમ્પને વખોડતાં આ ટિપ્પણી કરી હતી. જોકે આ દરમિયાન તેમણે ઈઝરાયલ સમર્થક નીતિઓ માટે ટ્રમ્પને શ્રેય આપ્યો હતો.
ઈઝરાયલ-હમાસ યુદ્ધનો કર્યો ઉલ્લેખ
નિક્કી હેલીએ કહ્યું કે આપણે જીવનના સૌથી ખતરનાક દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઈઝરાયલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દુનિયા સળગી રહી છે. મારા માટે યુદ્ધ રોકવું, શાંતિ જાળવવી અને અમેરિકી લોકોની રક્ષા કરવાથી વધારે કંઇ મહત્ત્વનું નથી. તેમણે કહ્યું કે ઈતિહાસમાં એ વાત નોંધાશે કે ટ્રમ્પ ઈઝરાયલ સમર્થક રાષ્ટ્રપતિ હતા અને ઈરાન સમજૂતીથી બહાર થવું પણ જરૂરી હતું. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવી એ તેમની એક મોટી ભૂલ હતી.