..તો શું પાકિસ્તાને ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા કરાવી? ISI એજન્ટ કેનેડાની રડાર પર
ISI Agents May Killed Nijjar In Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો કોયડો હજી ઉકેલાઈ રહ્યો નથી, કેનેડા દ્વારા તેની હત્યાનો આરોપ ભારત પર મુકાઈ રહ્યો છે, બીજી બાજુ હાલમાં જ એક એન્ગલ પાકિસ્તાન સાથે જોડાયેલો હોવાનો દાવો થઈ રહ્યો છે. કેનેડાની પોલીસે આઈએસઆઈ એજન્ટ તારીક કિયાણી અને તેના સાથી રાહત રાવને નિજ્જરની હત્યા મામલે સકંજામાં લીધા છે.
મીડિયા સૂત્રો અનુસાર, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે નિજ્જરની હત્યા મામલે રાવ અને કિયાણી કે જેઓ કેનેડામાં આઈએસઆઈના ટોચના એજન્ટ છે. બંને આતંકવાદીઓની પુછપરછ હાથ ધરી છે. આ બંને ભારતથી કેનેડા આવેલા આતંકવાદીઓને હેન્ડલ પણ કરે છે.
શું પાકિસ્તાને કરાવી હત્યા?
સૂત્રોના જણાવ્યા અનુસાર, કિયાણી અને રાવને નિજ્જરને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી ડ્રગ્સના બિઝનેસ પર સીધો અંકુશ મેળવી શકે. નિજ્જર સમયની સાથે ડ્રગ્સ માફિયા તરીકે શક્તિશાળી બની રહ્યો હતો અને કેનેડિયન સમુદાયમાં તેની લોકપ્રિયતા વધી રહી હતી. જેથી રાવ, કિયાની અને પન્નુએ ડ્રગ્સના બિઝનેસને નિયંત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ બિઝનેસ આતંકીઓની આવકનો મુખ્ય સ્ત્રોત હતો. નિજ્જરના પાકિસ્તાની નેતાઓ સાથેના સંબંધો હતા.
કિયાણી અને રાવની પ્રવૃત્તિઓ હવે કેનેડિયન ગુપ્તચર અધિકારીઓ માટે ગંભીર ચિંતાનું કારણ બની ગઈ છે. આ બંને કથિત રીતે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI માટે કામ કરી રહ્યા છે અને કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો અને આતંકવાદીઓને રક્ષણ પૂરું પાડે છે.
હિંસા માટે હિંદુઓ જવાબદાર
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ના એજન્ટ તારિક કિયાણીએ કેનેડામાં દિવાળી દરમિયાન થયેલી હિંસામાં સ્વબચાવ કરતાં હિંસા માટે હિંદુઓને જવાબદાર ઠેરવ્યા હતા અને દાવો કર્યો હતો કે શીખો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ હિંદુઓએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી હતી. આ ઘટનાને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કિયાણીએ 30 મિનિટના લાંબા વીડિયોમાં આ દાવો કર્યો હતો.
અજીત ડોભાલ, CM યોગી વિરૂદ્ધ નિવેદનો
એક વીડિયોમાં કિયાણીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ પણ નિવેદનો આપ્યા હતાં. તારીક કિયાણીનો ટીવી શો ભારતના સ્થાનિક રાજકારણમાં દખલગીરી કરી રહ્યો છે. તે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના મુદ્દાઓ પર બોલે છે. અને શાસક સરકારને ગુનેગાર ગણાવી રહ્યો છે. તે સતત ભારત વિરોધી નિવેદનો આપી લોકોની માનસિકતા પર અસર કરી રહ્યો છે.