નાઈજીરીયામાં મોટી દુર્ઘટના, ફ્યૂલ ભરેલું ટેન્કર 17 વાહનો સાથે અથડાયા બાદ ધડાકો, 18ના મોત
Gasoline Tanker Blast in Nigeria : દક્ષિણ નાઈજીરીયામાં ફ્યૂલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો છે. અધિકારીઓએ કહ્યું કે, ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોના મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. નાઇજીરીયાના સંઘીય માર્ગ સુરક્ષા વિભાગે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘દક્ષિણ-પૂર્વ રાજ્ય એનુગુમાં એનુગુ-ઓનિત્શા એક્સપ્રેસ વે પર શનિવારે આ ઘટના બની છે.
ટેન્કર 17 વાહનો સાથે અથડાયું, પછી ધડાકો થયો
એક્સપ્રેસ વે પર ગેસોલીનથી ભરેલા ટેન્કરના ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે 17 વાહનો સાથે અથડાયા બાદ આગની ઝટેપમાં આવી ગયું હતું. વિભાગના સુરક્ષા દળના પ્રવક્તા ઓલુસેગુન ઓગુંગબેમાઈડે કહ્યું કે, ‘આગમાં સળગી જવાના કારણે કેટલાકના મોત થયા છે અને તેમની ઓળખ થઈ શકી નથી. બચાવ કર્મચારીઓએ 10 ઈજાગ્રસ્તો ઉપરાંત અન્ય ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. નાઈજીરીયા આફ્રિકાનો સૌથી મોટો વસ્તી ધરાવતો દેશ છે, જોકે અહીં રેલવે સિસ્ટમનો અભાવ હોવાથી રોડ અકસ્માતો થવા સામાન્ય વાત બની ગઈ છે.
થાડો દિવસે પહેલા વિસ્ફોટમાં 98ના મોત થયા હતા
આ મહિનાની શરૂઆતમાં સુલેજા રાજ્યમાં આવો જ એક ભયંકર બ્લાસ્ટ થયો હતો, જેમાં ગેસોલીન ટેન્કરમાં વિસ્ફોટ થતા 98 લોકોના મોત થયા હતા. વાસ્તવમાં એક ટેન્કર બીજા ટેન્કરમાં ગેસોલીન ભરી હતી, આ દરમિયાન ધડાકો થયો હતો. આ દરમિયાન અનેક શ્રમિકો અને લોકો ઘટનાસ્થળ પાસે હતા.