ન્યૂઝીલેન્ડમાં વહેલી સવારે 5.6ની તીવ્રતાએ ધરા ધ્રૂજી, લોકો ફફડી ઊઠ્યાં, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ક્રાઈસ્ટચર્ચથી લગભગ 124 કિલોમીટર પશ્ચિમમાં આવેલા મધ્ય દક્ષિણ ટાપુ પર ભૂકંપ આવ્યો
image : Envato |
ન્યૂઝીલેન્ડમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે રાહતની વાત છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાન થયું.
Preliminary: 5.6 earthquake, South Island, New Zealand. On 2023/09/19 21:14:50 UTC (9m ago, depth 10km). https://t.co/MHpcIXlLOC
— Earthquakes (@NewEarthquake) September 19, 2023
એલાર્મ વગાડી ભૂકંપની જાણ કરાઈ
અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ક્રાઈસ્ટચર્ચથી લગભગ 124 કિલોમીટર પશ્ચિમમાં આવેલા મધ્ય દક્ષિણ ટાપુ પર ભૂકંપ આવ્યો હતો. આ મામલે મોનિટરિંગ એજન્સીએ જણાવ્યું હતું કે 14,000 લોકોએ ભૂકંપ અનુભવ્યો હોવાની જાણ કરી છે. એજન્સીએ જણાવ્યું કે ભૂકંપના કારણે કેટલીક જગ્યાએ એલાર્મ પણ વગાડવામાં આવ્યા હતા.