1,50,000 ભાડું અને 23 લોકો સાથે શેરિંગ... આ શહેરમાં રહેવું લોઢાના ચણા ચાવવા સમાન જ ગણાય
Image : Representative |
New York Living Experience : અમેરિકામાં હડસન નદીના કિનારે વસેલા ન્યુયોર્કને 'આશાનું શહેર' કહેવામાં આવે છે. તમે કારકિર્દી બનાવવાનું સપનું જોતા હોવ, કળાની દુનિયામાં પોતાનું નામ બનાવવા માંગતા હોવ અથવા વ્યવસાયમાં સફળતાની ઊંચાઈઓને સ્પર્શવા માંગતા હોવ તો ન્યૂયોર્ક દરેક સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની તક આપે છે, ત્યારે ન્યૂયોર્કમાં રહેતા એક વ્યક્તિએ પોતાના અનુભાવ શેર કરતા જણાવ્યું હતું કે, '1.50 લાખથી વધુ ભાડામાં 23 લોકો સાથે શેરિંગ કરવાનું થતા શહેરમાં રહેવા લોઢાના ચણા ચાવવા સમાન છે.'
આ પણ વાંચો : VIDEO: ‘ખઈ કે પાન બનારસ વાલા...’ ગીત પર ભાજપ નેતાના જોરદાર ઠુમકા, સોશિયલ મીડિયામાં વાઇરલ
એક બેડરૂમ અને કિચનમાં બે ડઝન લોકો રહેતા
મોટાભાગના યુવાનોને ન્યૂયોર્કમાં રહેવાનો મોકો મળે તેવી ઈચ્છા ક્યાંકને ક્યાંક હશે. તેવામાં ન્યૂયોર્કના બ્રુકલિનમાં એક કોમ્યુનલ બિલ્ડિંગમાં રહેતા ઈશાન અભેસેકરા નામના એક વ્યક્તિએ પોતાના અનુભવ દુનિયા સામે મુકતા જણાવ્યું હતું કે, 'એક બેડરૂમ અને એક કિચન સેટમાં લગભગ બે ડઝન લોકો રહેતા, જેના માટે દર મહિને 1.76 લાખ રૂપિયા ચૂકવવાના થતા હતા.' એન્જિનિયર ઈશાને જણાવ્યું કે, '23 લોકો સાથે રહેતી વખતે બાથરૂમ અને કિચન શેર કરવું પડતું હતું. આ સાથે વાઈફાઈ, યૂટિલિટિ, હાઉસહોલ્ડ સપ્લાઈ, સાપ્તાહિક સફાઈ સેવા અને નાસ્તા માટે મહિનાનો ચાર્જ આપવાનું થતો. જ્યારે હું ન્યૂયોર્ક શિફ્ટ થયો ત્યારે શરૂઆતમાં કંપનીએ જ રહેવાની જગ્યા આપી હતી, જો કે હું ત્યાં થોડા દિવસો રહેવા લાગ્યો હતો.'
આ પણ વાંચો : પાવેલ ડુરોવની ધરપકડ બાદ ટેલિગ્રામ આ વર્ષથી શરુ કરશે મોડરેશન, જુઓ ફીચર્સમાં શું ફેરફાર કર્યા
બિલ્ડિંગમાં ચાર માળ અને 24 બેડરૂમ
તેણે જણાવ્યું કે, 'આ દરમિયાન કોહાબ સ્પેસ વિશે ખબર પડી. આ બિલ્ડિંગમાં ચાર માળ અને 24 બેડરૂમ આવેલા છે. જેમાં રહેતા મોટાભાગના લોકો 20થી 30 વર્ષના હતા. અમારા બેડરૂમમાં બેડ, સ્ટોરેજ સ્પેસ, ડેસ્ક, ડેસ્ક લાઈટ અને વોક-ઈન કબાટ હતું. શેરિંગમાં રહેતા હોવાથી અમારે બાથરૂમ શેર કરવાનું રહેતુ હતું. આ ઉપરાંત, બિલ્ડિંગમાં કો-વર્કિંગ સ્પેસમાં આવેલા બેઝમેન્ટમાં બેસવા માટેના મોટો સોફા છે. તેમજ અહીં જીમના કેટલાક સાધનો પણ છે.'