Get The App

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના, ન્યુયોર્ક જતી ફ્લાઈટમાં આગ લાગી, તમામ મુસાફરો સુરક્ષિત

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના, ન્યુયોર્ક જતી ફ્લાઈટમાં આગ લાગી, તમામ મુસાફરો સુરક્ષિત 1 - image
Representative image

New York Bound Plane Catches Fire : અમેરિકાથી ફરી એકવાર વિમાન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. રવિવારે હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટના એન્જિનમાં આગ લાગવાના કારણે ટેકઓફના થોડા સમય પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું. સ્થાનિક સમય મુજબ ફ્લાઇટ 1382 સવારે 8.30 વાગ્યે જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટથી લાગાર્ડિયા એરપોર્ટ માટે રવાના થવાની હતી, ત્યારે ક્રૂને એન્જિનમાં ગરબડી હોવાનો સંકેત મળ્યો હતો જેથી રનવે પર ટેકઓફ રદ કરવામાં આવ્યો. એરલાઈન દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં આ અકસ્માત અંગે માહિતી આપવામાં આવી હતી. 

આ અંગે ફેડરલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે,  એન્જિનમાં કોઈ પ્રોબલેમ થયો હતો જેના કારણે ટેકઓફ કેન્સલ કરવામાં આવ્યું હતું.  અને મુસાફરોને રનવે પર જ ઉતારવામાં આવ્યા જે બાદ બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા.

વિમાનમાં હતાં 100થી વધુ મુસાફરો

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તમામ 104 મુસાફરો સ્લાઇડ્સ અને સીડીઓનો ઉપયોગ કરીને વિમાનમાંથી રનવે પર સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. જે પછી બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા અને કોઈ ઈજા થઈ નથી.

વિમાનના એક એન્જિનમાંથી ધુમાડો અને આગ નીકળતો હતો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અકસ્માતના વીડિયોમાં, ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ જઈ રહેલા એરબસ A319 વિમાનના એક એન્જિનમાંથી ધુમાડો અને આગ નીકળતી જોવા મળે છે. યુનાઇટેડ એરલાઇન્સે જણાવ્યું હતું કે, મુસાફરોને રવિવારે બપોરે બીજી ફ્લાઇટ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં જ વિમાન દુર્ઘટના બની હતી

નોંધનીય છે કે, હાલમાં જ વોશિંગ્ટનની બહાર રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન યુએસ આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. અકસ્માતને કારણે બંને વિમાન પોટોમેક નદીમાં પડી ગયા. યુએસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે બધા 67 લોકો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. શુક્રવારે રાત્રે, ફિલાડેલ્ફિયામાં એક મોલ નજીક બીજું વિમાન ક્રેશ થયું હતું, જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા.


Google NewsGoogle News