Get The App

New Year 2025 : વિશ્વનો એક એવો દેશ જે અનુસરે છે હિન્દુ કેલેન્ડર, પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ મનાવતો નથી

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
vikram sanwat


New Year 2025 : ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ વર્ષ 2024ના વિદાયની ઘડીઓ વાગી રહી છે. નવા વર્ષને વધાવવા સૌ કોઇ પડાપડી કરી રહ્યું છે. 31મી ડિસેમ્બરની રાત્રે દુનિયાના વિવિધ ભાગોમાં રંગા રંગ નવું વર્ષ ઉજવાય છે. ભારત વિવિધ સંસ્કૃતિ, પરંપરાઓ અને ધર્મો ધરાવતો દેશ હોવાથી દર મહિને એક નવું વર્ષ ઉજવાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ભારતનો પાડોશી દેશ નેપાળ સંપૂર્ણ પણે હિન્દુ કેલેન્ડરને અનુસરે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરતો નથી. આથી ત્યાં પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ ગણાતું નથી.

નેપાળમાં વિક્રમ સંવત કેલેન્ડર પ્રચલિત

ભારતમાં હિન્દુ ધર્મના લોકોની બહુમતિ હોવા છતાં હિન્દુ કેલેન્ડરના સ્થાને આંતરરાષ્ટ્રીય ગણાતા અંગ્રેજી મહિનાઓને જ રોજીંદા વ્યહવારોમાં અનુસરવામાં આવે છે. જયારે નેપાળમાં હિન્દુ કેલેન્ડરને જ અનુસરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર એ વિક્રમ સંવત કેલેન્ડરના નામે પ્રચલિત છે જેનો ઉપયોગ ભારતમાં સદીઓથી થાય છે. આઝાદી પછી જયારે કેલેન્ડરની પસંદગી કરવાની હતી ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સરકારે ગ્રેગોરિયન સાથે વિક્રમ સંવતને પણ અપનાવી હતી.

આ પણ વાંચોઃ VIDEO: ન્યૂઝીલેન્ડે સૌથી પહેલા કર્યું 2025નું સ્વાગત, ઓકલેન્ડ સહિતના શહેરોમાં જોરદાર ઉજવણી

ભારત પર અંગ્રેજોના શાસનની અસર

આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા દેશો સાથે તાલમેલ ગોઠવવા માટે ભારતે ગ્રેગોરિયન કેલેન્ડરને અપનાવ્યું હતું. ભારતમાં અંગ્રેજોએ 250 વર્ષ સુધી શાસન કર્યું તેના અસરરૂપે પણ દેશમાં ગ્રેગોરિયન કેલેન્ડર પ્રચલિત થયું. નેપાળની વાત કરીએ તો તે દુનિયાનો એક માત્ર એવો દેશ છે જે કોઇનો પણ ગુલામ રહ્યો નથી. નેપાળે અંગ્રેજોની ગુલામી પણ ભોગવી નહોતી. આથી તેને વારસામાં કોઇ પણ પ્રકારના અંગ્રેજી રિવાજ પાળવાના થયા નહોતા. આથી નેપાળ દાયકાઓથી હિન્દુ કેલેન્ડરને અનુસરતું રહ્યું છે. વિક્રમ સંવત કેલેન્ડર ગ્રેગોરિયનની સરખામણીમાં 57 વર્ષ આગળ છે.

નેપાળમાં 1901થી વિક્રમ સંવત અમલમાં

નેપાળમાં વિક્રમ સંવતનો સત્તાવાર ઉપયોગ ઇ.સ. 1901માં રાણા વંશે શરુ કર્યો હતો. હિન્દુ ધર્મનું આ કેલેન્ડર મધ્ય ભારતના ઉજજૈન રાજ્યમાં ઇ.સ. પૂર્વે 102માં જન્મેલા મહાન શાસક વિક્રમાદિત્યના નામ પર છે. કેલેન્ડર ચંદ્રની સ્થિતિ અને પૃથ્વીની સૂર્યને પ્રદક્ષિણાના સમય પર આધારિત છે.

આ પણ વાંચોઃ New Year Tips : 2025ના પહેલા દિવસે કરો આ 5 કામ, લક્ષ્મીજીની કૃપાથી આખું વર્ષ થશે ધનલાભ

વિક્રમાદિત્યના ભાઇએ કરી હતી શરૂઆત

વિક્રમ સંવતની શરુઆત રાજા ભર્તુહરિએ કરી હતી. વિક્રમાદિત્ય ભર્તુહરિના નાના ભાઇ હતા. ભર્તુહરિને પત્નીએ દગો આપતા તેમણે દુઃખી થઇને સંન્યાસ લઇ લીધો હતો અને રાજપાટ વિક્રમાદિત્યને સોંપી દીધું હતું. વિક્રમાદિત્ય ખૂબજ લોકપ્રિય રાજા હતા. તેમના સાહસ અને સુશિલતાની દૂર દૂર સુધી ખ્યાતિ હતી તેથી તેમના નામથી જ સંવતનું નામ પ્રચલિત થયું હતું. 


Google NewsGoogle News