FBIના નવા ડાયરેક્ટર કાશ પટેલને વ્હાઇટ હાઉસે બોલિવુડ સ્ટાઈલમાં આપી શુભકામના, જુઓ VIDEO
Image: Facebook
Kash Patel: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના અને વિશ્વાસુ સહયોગીઓમાં સામેલ ભારતીય મૂળના કાશ પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI) ના નવા ડાયરેક્ટર બની ગયા છે. તેમની નિમણૂક પર સીનેટની મોહર લાગી ચૂકી છે. કાશ પટેલના FBI ડાયરેક્ટર બનવા પર વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ તેમને બોલિવૂડ સ્ટાઈલમાં શુભકામનાઓ આપી છે. શુભકામના આપવાનો આ અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
કાશ પટેલને બોલિવૂડ સ્ટાઈલમાં મળી શુભકામનાઓ
સ્કેવિનોએ બોલિવૂડ મૂવી 'બાજીરાવ મસ્તાની' ના ગીત 'મલ્હારી' ની એક ડાન્સ ક્લિપ એક્સ પર શેર કરી છે. આ ક્લિપમાં એક્ટર રણવીર સિંહના ચહેરાને કાશ પટેલના ચહેરાથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. તે 'દુશ્મન કી દેખો વાટ લાવલી' ગીત પર નાચતાં નજર આવી રહ્યાં છે. ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું આ સોન્ગ ખૂબ જ એનર્જેટિક, દુશ્મનને પડકાર આપનારું અને જોશ ભરનારું છે. રણવીર સિંહે આ સોન્ગ પર ખૂબ જ શાનદાર ડાન્સ કર્યો હતો. વીડિયો ક્લિપમાં કાશ પટેલ પણ આ ગીત પર નાચતાં નજર આવી રહ્યાં છે.
ખાસ અંદાજમાં આપી શુભકામનાઓ
વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ આ વીડિયો ક્લિપને શેર કરીને ખૂબ જ ખાસ અંદાજમાં કાશ પટેલને FBI ના નવા ડાયરેક્ટર બનવાની શુભકામનાઓ આપી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 47 સેકન્ડની આ વીડિયો ક્લિપને અત્યાર સુધી 30 લાખથી વધુ વખત જોઈ ચૂકાયો છે અને 10,000 થી વધુ લાઈક પણ મળી ચૂકી છે.
આ પણ વાંચો: 'ધરતીના દરેક ખૂણા સુધી પીછો કરીશું...' FBIના વડા બનતાં જ કાશ પટેલની ચેતવણી
FBI વિશે જાણો
FBI નું ફુલ ફોર્મ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન છે. આ એજન્સી અમેરિકાની સુરક્ષા માટે કામ કરે છે. FBI અમેરિકાની સરહદમાં રહીને દેશની સુરક્ષા માટે કામ કરે છે. FBI ગુનાઓથી ઉકેલ મેળવવા માટે અધિકારોમાં વધુ ક્લિયર છે. તેની કાર્યવાહી પણ વધુ પારદર્શી છે.
FBI ના નવા ડાયરેક્ટર બન્યા કાશ પટેલ
રિપોર્ટ અનુસાર કાશ પટેલની નિમણૂકને અમેરિકન સીનેટ 51-49 ના મતોથી મંજૂરી આપી. કાશ પટેલે સીનેટમાં પોતાની પુષ્ટિ સુનાવણી દરમિયાન FBI ના રાજનીતિકરણ અને બદલો લેવાની કાર્યવાહીથી ઈનકાર કરી દીધો. આ સાથે જ તેમણે ડેમોક્રેટ્સ પર તેના જૂના નિવેદનોના અમુક ભાગોને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ પણ લગાવ્યો.
પોતાની નિમણૂક પર મોહર લાગતાં જ કાશ પટેલે ટ્રમ્પ અને એટર્ની જનરલ પામ બોન્ડીનો તેમના સમર્થન માટે આભાર રહ્યો. આ સાથે જ તેમણે FBI માં જનતાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે પોતાની પ્રતિબદ્ધતાને રજૂ કરી. તેમણે એજન્સીને પારદર્શી, જવાબદાર અને ન્યાય માટે પ્રતિબદ્ધ બનાવવાના પણ સોગંધ ખાધા.