Get The App

ઈઝરાયલનો ઈરાનને આક્રમક જવાબ, હિઝબુલ્લાહ-હમાસના બંને નવા ચીફને ઠાર કર્યાનો દાવો

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલનો ઈરાનને આક્રમક જવાબ, હિઝબુલ્લાહ-હમાસના બંને નવા ચીફને ઠાર કર્યાનો દાવો 1 - image


Israel-Iran Conflict: ઈરાનના 180 મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલે હિઝબુલ્લાહ અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલે બેરૂત એરપોર્ટ નજીક હુમલો કર્યો હતો. બેરૂતનું આકાશ એક પછી એક 10 હવાઈ હુમલાઓથી ગૂંજી ઉઠ્યું. આ સાથે ઈઝરાયલની સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ઈઝરાયલે હમાસના વડા ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફીને ઠાર કર્યાનો પણ દાવો છે. 

અહેવાલો અનુસાર, ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાશિમ સફીદીનને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન હિઝબુલ્લાએ પણ ઈઝરાયલી સેનાના 17 અધિકારીઓ અને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, વેસ્ટ બેંક તુલકારમ પર  ઈઝરાયલના હુમલામાં હમાસ નેટવર્કના વડાને ઠાર કરાયો છે. હમાસ આતંકીની ઓળખ ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફી થઈ છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઈઝરાયલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરી શકે છે!

ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ઈઝરાયલે હજુ સુધી નિર્ણય લીધો નથી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને સ્પષ્ટ કર્યું છે કે, 'જો ઈઝરાયલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે.' જો કે, જ્યારે બિડેનને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે તો તેણે કહ્યું કે તે આ અંગે જાહેરમાં વાત કરશે નહીં.

ઈઝરાયલના હુમલામાં 37ના મોત

લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, 'ગત દિવસોમાં ઈઝરાયેલના હુમલામાં 37 લોકોના મોત થયા છે અને 151 લોકો ઈજાગ્રસ્ત થયા છે.'

ઈઝરાયલનો ઈરાનને આક્રમક જવાબ, હિઝબુલ્લાહ-હમાસના બંને નવા ચીફને ઠાર કર્યાનો દાવો 2 - image


Google NewsGoogle News