Get The App

ઈમરાનખાન, બુશરાબીબીની ધરપકડ અંગે નવા વોરન્ટ જારી કરવામાં આવ્યા

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
ઈમરાનખાન, બુશરાબીબીની ધરપકડ અંગે નવા વોરન્ટ જારી કરવામાં આવ્યા 1 - image


- પાકિસ્તાનમાં કેલિડોસ્કોપિક પરિવર્તનો થઈ રહ્યા છે

- સપ્ટે. 28 અને ઓક્ટો. 5 દરમિયાન થયેલા રમખાણો અંગે ઈમરાનખાન અત્યારે જેલમાં જ છે : તેમની ઉપર અનેક કેસો ચાલે છે

ઈસ્લામાબાદ : ગત સપ્તાહે ઈસ્લામાબાદમાં ઈમરાનખાનની પાર્ટી ''પાકિસ્તાન-તહેરિક-એ-ઈન્સાફ'' (પી.ટી.આઈ.)ના કાર્યકરોએ યોજેલા વિરોધી દેખાવો અંગે પાકિસ્તાનની ''એન્ટી-ટેરરિઝમ-કોર્ટે સોમવારે ઈમરાનખાન તેઓના પત્ની બુશરાબીબી, ખૈબર પખ્તુનવાના મુખ્યમંત્રી અલિ-અમીન-ગંડાપુર અને અન્ય લોકો ઉપર બિન-જામીન-લાયક-વોરન્ટ જારી કર્યા છે.''

૨૦૨૩ થી જેલમાં રહેલા ઈમરાનખાને પોતાના પક્ષના કાર્યકરોને પીટીઆઈના કાર્યકરોને ચુંટણી પરિણામોનો અમલ કરાવવા માટે દેશવ્યાપી આંદોલન કરવા (જેલમાંથી) આદેશ આપ્યો હતો. સાથે સંવિધાનમાં થયેલા ૨૬મા સુધારાને પણ પાછો ખેંચવા દબાણ લાવવા કાર્યકરોને જણાવ્યું હતું.

આ પછી થયેલા આંદોલનમાં, ગોળીબારમાં, પીટીઆઈના ૧૨ કાર્યકરો શહીદ થયા હતા. સેંકડોની ધરપકડ થઈ હતી.

આ પછી પોલીસે એન્ટી-ટેરરિઝમ-કોર્ટે (એટીસી) સમક્ષ ૯૬ શંકાસ્પદોનું લિસ્ટ રજુ કર્યું હતું. જેમાં ઈમરાનખાન, બુશરાબીબી, ગંડાપુર, પુર્વ પ્રમુખ આરીફઅલ્લી, નેશનલ એસેમ્બલીના પુર્વ અધ્યક્ષ આસદકૈઝર, પીટીઆઈ પ્રમુખ, નેશનલ એસેમ્બલીના વિપક્ષી નેતા ઓમર ઐય્યુબખાન સમાવિષ્ટ હતા.

આ સર્વેની ધરપકડ માટે પોલીસે વોરન્ટ જારી કરવા કોર્ટને અરજ કરતા તે અરજી સ્વીકારવામાં આવી હતી.

જોકે ખાન તો અત્યારે જેલમાં જ છે. તેઓની ઉપર આજે સપ્ટે. ૨૮ અને ઓક્ટો. ૫ ના દિવસોએ થયેલા રમખાણો સંબંધે પોલીસે જ્યુડીશ્યલ રીમાન્ડ માગી છે. આ ઉપરાંત બીજા ૬ કેસો અંગે પણ રીમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે તે માગણી અસ્વીકાર્ય ગણી ઉક્ત એક જ કેસ અંગે રીમાન્ડ આપ્યા હતા.

એપ્રિલ ૨૦૨૨ માં અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ઈમરાનખાનને વડાપ્રધાન પદ છોડવું પડયું હતું. તે પછી તેઓ ઉપર સંખ્યાબંધ કેસો થઈ રહ્યા છે.


Google NewsGoogle News