Get The App

નૂપુર શર્મા બહાદુર યુવતી, હું તેમને મળીશ, નેધરલેન્ડના નેતાએ ફરી નુપૂરનુ સમર્થન કર્યુ

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
નૂપુર શર્મા બહાદુર યુવતી, હું તેમને મળીશ, નેધરલેન્ડના નેતાએ ફરી નુપૂરનુ સમર્થન કર્યુ 1 - image

એમ્સટરડેમ,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર

નેધરલેન્ડમાં પીએમ બનવાની રેસમાં સામેલ નેતા ગીર્ટ વિલ્ડર્સે ફરી એક વખત ભાજપના પૂર્વ પ્રવકતા નૂપુર શર્માને સમર્થન આપ્યુ છે.

 વિલ્ડર્સે નૂપુરના વખાણ કર્યા છે અને તેમને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.બે વર્ષ પહેલા મહોમંદ પયગંબર પર નૂપુર શર્માએ વિવાદિત ટિપ્પણી કરી ત્યારે દેશ અને દુનિયામાં હોબાળો મચ્યો હતો.તે સમયે ભાજપે તેમને પ્રવક્તાપદેથી હાંકી કાઢ્યા હતા.તે વખતે  વિલ્ડર્સે નૂપુર શર્માને સમર્થન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે  નૂપુર પર થયેલી કાર્યવાહી યોગ્ય નથી અને તેણે કશું ખોટુ કહ્યુ નથી.

જોકે વિલ્ડર્સ ફરી હવે ભાજપના પૂર્વ પ્રવકતાના સમર્થનમાં આવ્યા છે.તેમણે આજે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, હું નૂપુર શર્માના સમર્થનમાં છું અને મારો આ મેસેજ તેમના માટે છે.તે એક બહાદુર યુવતી છે અને ઘણા સમયથી તેને કટ્ટરવાદીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે.દુનિયામાં જે લોકો અભિવ્યક્તિની આઝાદીના સમર્થક છે તેમણે નૂપુરનુ સમર્થન કરવુ જોઈએ.હું જ્યારે ભારતનો પ્રવાસ કરીશ ત્યારે ચોક્કસપણે તેમની સાથે મુલાકાત કરીશ.

વિલ્ડર્સ પોતે ઈસ્લામ વિરોધી નિવેદનોના કારણે અગાઉ વિવાદો સર્જી ચુકયા છે.તાજેતરમાં નેધરલેન્ડમાં ચૂંટણી યોજાઈ ત્યારે પણ તેમણે મુસ્લિમ વિરોધી પ્રચાર કર્યો હતો અને પ્રચાર દરમિયાન હિજાબ પર પ્રતિબંધ મુકવાના અને મસ્જિદો બંધ કરાવવાના વાયદા પણ કર્યા હતા.ચૂંટણીમાં તેમની પાર્ટીએ 37 બેઠકો પર જીત મેળવી હતી.

બહુમતી માટે સંસદમાં 76 બેઠકોની જરુર પડે છે.હાલમાં વિલ્ડર્સ સરકાર બનાવવા માટે બીજી પાર્ટીઓ પાસેથી સમર્થન મેળવવા માટે કોશીશ કરી રહ્યા છે.જોકે હજી સુધી વિલ્ડર્સને સમર્થન આપવામાં વીવીડી પાર્ટી આનાકાની કરી રહી હોવાથી તેમના વડાપ્રધાન બનવાના પ્રયત્નોને ઝાટકો લાગ્યો છે.આવનારા દિવસોમાં નેધરલેન્ડમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.


Google NewsGoogle News