નેતન્યાહૂ અલ-જજીરા નેટવર્ક બંધ કરાવશે : કહ્યું 'તે હમાસનું મુખપત્ર છે'

Updated: May 7th, 2024


Google NewsGoogle News
નેતન્યાહૂ અલ-જજીરા નેટવર્ક બંધ કરાવશે : કહ્યું 'તે હમાસનું મુખપત્ર છે' 1 - image


- ઇઝરાયેલી વડાપ્રધાન કહે છે : દેશને નુકસાન કરે તેવી ચેનલ્સ બંધ કરવા કેબિનેટે નિર્ણય લીધો છે

તેલઅવીવ : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ યુદ્ધ બંધ કરવા માટેની હમાસની ઇઝરાયલ જો હમાસ બંધકોને છોડવા તૈયાર હોય તો અમે યુદ્ધ બંધ કરવા તૈયાર છીએ.' તે ઇસ્લામિક જૂથ (હમાસ) સત્તા ઉપર જ ચાલુ રહે અને ઇઝરાયલ સામે સતત ભય બની રહે.

આ ઉપરાંત, નેતન્યાહૂએ કટાર સ્થિત અલ જજીરા ન્યૂઝ નેટવર્ક દેશમાં બંધ કરવા નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે, આગામી ૪૫ દિવસ સુધી તે નેટવર્ક બંધ કરવા અમારી કેબિનેટે નિર્ણય લીધો છે.

આ અંગે પોતાના તીવ્ર પ્રતિભાવો આપતાં પેલેસ્ટાઇની સરકારે નેતન્યાહૂના આ પગલાને ડેન્જરસ કહ્યું છે. તે ઉપરાંત અલ જજીરાના સંવાદદાતાઓએ અને અન્ય પત્રકારોએ પણ ઇઝરાયલનાં આ પગલાને વખોડી કાઢ્યું છે. અલ જજીરાના એક સંવાદદાતાએ કહ્યું હતું કે આથી દુનિયા સમક્ષ ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્કની સાચી પરિસ્થિતિની દુનિયાને જાણ નહીં થઈ શકે.

આમ છતાં રવિવારે નેતન્યાહૂના નેતૃત્વ નીચે મળેલી ઇઝરાયલની કેબિનેટે લીધેલો તે નિર્ણય નહીં જ ફેરવવા નેતન્યાહૂ મક્કમ છે.

આ નિર્ણય અંગે કેટલાક નિરીક્ષકોનું કહેવું છે કે, નેતન્યાહૂનો આ નિર્ણય હમાસ-ઇઝરાયલ શાંતિ મંત્રણામાં અવરોધ ઊભો કરશે તે નિશ્ચિત લાગે છે.

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલ અને અલ જજીરા વચ્ચે લાંબા સમયથી મતભેદો ચાલી જ રહ્યા હતા. તેમાંયે અલ જજીરાના એક સંવાદાતા શીરીન અબુ અકલેટનું ઇઝરાયલના કબજા નીચેના વેસ્ટ બેંકમાં ઇઝરાયલના લશ્કરી હુમલા દરમિયાન નિધન થયા પછી ઇઝરાયલ અને અલ જજીરા વચ્ચેના સંબંધો એકદમ બગડી ગયા છે.


Google NewsGoogle News