નેતન્યાહુએ ગાજામાં ભીષણ લડાઇ સમાપ્ત કરવાનો સંકેત આપ્યો, લેબનોન સરહદે ટેન્શન

ગાજા અને ઇઝરાયેલ વચ્ચેનું ઘર્ષણ ઓછું થાય તેવા સંકેતો મળી રહયા છે.

શિયા ઉગ્રવાદી ગુ્પ હિજબુલ્લાહ વચ્ચે સરહદ પર લડાઇ ચાલી રહી છે.

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
નેતન્યાહુએ ગાજામાં ભીષણ લડાઇ સમાપ્ત કરવાનો  સંકેત આપ્યો, લેબનોન સરહદે ટેન્શન 1 - image


તેલઅવિવ,૨૪ જૂન,૨૦૨૪,સોમવાર 

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાજાપટ્ટી વિસ્તારમાં હમાસ વિરુધની ભીષણ લડાઇ સમાપ્ત કરીને લેબેનોન સાથેની ઉત્તરી સરહદ પર સેના સૈનાત કરવાની યોજના બનાવી રહયુ છે. નેતન્યાહુએ  રવિવારે એક ઇઝરાયેલી ટેલીવિઝન સ્ટેશનને આપેલા સાક્ષાત્કારમાં આ વાત જણાવી હતી. આથી ગાજા અને ઇઝરાયેલ વચ્ચેનું ઘર્ષણ ઓછું થાય તેવા સંકેતો મળી રહયા છે. જો કે ઇઝરાયેલી પીએમ હમાસનો નાશ કરવાની લડાઇ ખતમ થઇ રહી નથી એવી પણ સ્પષ્ટતા કરી હતી. 

માત્ર રાફામાં જ ભીષણ યુધ્ધનું એક ચરણ પુરુ થઇ રહયું છે. ભીષણ ચરણ સમાપ્ત થયા પછી ઇઝરાયેલ પાસે પોતાની સેનાના એક હિસ્સાને ઉત્તરની તરફ લઇ જવાનો વિકલ્પ મળશે. આના માટે ઇઝરાયેલ કટ્ટીબધ્ધ પણ જણાય છે. ઇઝરાયેલી પીએમ દ્વારા સુરક્ષ માટેના પગલા ભરવા અને ઇઝરાયેલીઓની સ્વદેશ પાછા લાવવા માટે પગલા ભરવાએ સૌથી મોટી પ્રાથમિકતા છે. ઇઝરાયેલી સેના અને લેબનોનના શિયા ઉગ્રવાદી ગુ્રપ હિજબુલ્લાહ વચ્ચે સરહદ પર લડાઇ ચાલી રહી છે. 

હિજબુલ્લાહ પેલેસ્ટાઇન  વિવાદમાં આતંકી સંગઠન હમાસને સાથ આપે છે. હિજબુલ્લાહ અને હમાસ વચ્ચે મતભેદો જોવા મળે છે પરંતુ ઇઝરાયેલની વાત આવે ત્યારે હમાસ સાથે ભાઇબંધી હોવાથી ઇઝરાયેલે બે મોરચે લડાઇ લડવી પડે છે. ઇઝરાયેલે હમાસ પર કાર્યવાહી કરી છે ત્યારથી લેબનોન સરહદ હિજબુલ્લાહની સક્રિયતા વધી છે. સરહદ પર હુમલા કરીને ઇઝરાયેલને પરેશાન કરતું રહયું છે. આવા સંજોગોમાં લેબનોન સરહદ પર સૈન્ય લઇ જવાનો ઇઝરાયેલનો વિકલ્પ હિજબુલ્લાહ માટે આફત સમાન હશે.


Google NewsGoogle News