મૃત અપહૃતોની યાદી જોઈ નેતન્યાહૂ આંચકો ખાઈ ગયા
- અમારે રાક્ષસો સાથે કામ પાર પાડવાનું છે
- બંદીવાન તેમજ ગુમ થયેલા અપહૃતોની માહિતીના સંકલનકાર બ્રિગે. જન. (નિ.) હાર્શીજ, તે સર્વેના હુમ્બોના સંપર્કમાં છે
તેલ અવીવ : ૧૫ ફેબ્રુઆરીએ ઇઝરાયલી ડીફેન્સ ફોર્સીઝ ત્રણ અપહૃતો એલેકઝાન્ડર સગૂઈ અને લેરૂની ૪૯૮ દિવસની બંદી અવસ્થા પછી મુક્તિ થઇ હતી. હમાસે મુક્ત કરેલા આ ત્રણેને ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ તથા ઇઝરાયલી સિક્યુરિટી એજન્સીના અધિકારીઓ તેઓની સાથે રહી ઇઝરાયલના કબ્જા નીચેના વિસ્તારમાં લઇ આવ્યા હતા. તેઓની પ્રાથમિક તબીબી તપાસ કરાઈ હતી અને જરૂરી તબીબી સારવાર પણ અપાઈ રહી હતી.
આ પછી નેતન્યાહૂએ કહ્યું હતું કે જેઓને આજે ૨૦મી ફેબ્રુઆરીએ મુક્ત કરવાના છે તેની યાદી પણ મને મળી છે. પરંતુ જેઓ મૃત્યુ પામ્યા છે તેમની યાદી તો આંચકાજનક છે.
આ સાથે ઇઝરાયલી વડાપ્રધાને કહ્યું હતું કે આ યાદી જોતાં આજનો દિવસ ઇઝરાયલ માટે એક આઘાતજનક દિવસ બની રહ્યો છે.
દરમિયાન બંદીવાન તેમજ ગુમ થયેલા અપહૃતોની માહિતી અંગેના સંકલનકાર બ્રિગેડીયર જન. (નિ.) ગેલ હાર્શીજ, તે સર્વેનાં કુટુમ્બીજનોના સંપર્કમાં છે.
દરમિયાન નેતત્યાહૂએ કહ્યું હતું કે આવતીકાલનો દિવસ ઇઝરાયલ માટે આંચકાજનક દિવસ બની રહેશે. શોકનો દિવસ પણ બની રહેશે. અમે અમારા ચાર બંદીવાનોને લઇ આવવાના છીએ. પરંતુ તેઓ તો મૃત્યુ પામેલા છે. સમગ્ર દેશ શોકમગ્ન છે. તેઓનાં કુટુમ્બીઓને આશ્વસ કરે છે. પરંતુ હૃદય ચીરાય જાય છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે અમારે કોની સાથે કામ પાડવાનું છે. અમારે રાક્ષસો સાથે કામ પાર પાડવાનું છે.