Get The App

ગાઝા પટ્ટી હાથ કરવાની ટ્રમ્પની યોજનાની નેતન્યાહૂએ પ્રશંસા કરી

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
ગાઝા પટ્ટી હાથ કરવાની ટ્રમ્પની યોજનાની નેતન્યાહૂએ પ્રશંસા કરી 1 - image


- આવો સરસ વિચાર મેં પહેલીવાર જ સાંભળ્યો : જે ગાઝાવાસીઓ ગાઝા છોડવા માગે તેમને છોડવા દો, તેમાં ખોટું શું છે ? ઇઝરાયેલી વડાપ્રધાન

વોશિંગ્ટન : ગાઝા પટ્ટી હાથમાં લેવાના ટ્રમ્પના વિધાનોને ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ સહર્ષ સ્વીકારવા સાથે જણાવ્યું હતું કે, આવો સરસ વિચાર મેં પહેલીવાર જ સાંભળ્યો છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે જે પેલેસ્ટાઈનીઓ ગાઝા વિસ્તાર છોડી દેવા માગે છે તેમને જવા જ દેવા જોઈએ તેમાં ખોટું શું છે ?

ફોકસ-ન્યૂઝના સીન હેન્નીરીને આપેલી મુલાકાતમાં નેતાન્યુહએ વધુમાં કહ્યું : તેઓ જઈ શકે છે અને પાછા આવી પણ શકે છે. તેઓ તેમના સ્થાનો પણ બદલી શકે છે, છતાં જેમને ચાલ્યા જ જવું હોય તેઓ ચાલ્યા જઈ શકે છે.

તમારે જો ગાઝા પટ્ટીનું પુન:નિર્માણ કરવું હોય તો તે વિચાર એક સારો વિચાર છે. મેં હજી સુધીમાં સાંભળેલો સૌથી મોટો વિચાર છે. આપણે તેની પાછળ લાગી પડવું જોઈએ. તે સર્વેને માટે એક જુદુ જ ભવિષ્ય રચી શકશે.

મંગળવાર ૪ થી ફેબ્રુઆરીએ પ્રમુખ ટ્રમ્પે ગાઝા પટ્ટી હાથ કરવાનું સૂચન કર્યું હતું. સાથે ત્યાં રહેતા તમામ પેલેસ્ટાઈનીઓને અન્ય દેશોમાં મોકલી દેવા પણ જણાવ્યું હતું અને હજી પણ ગાઝા પટ્ટીમાં રહેતા ૨૦ લાખ પેલેસ્ટાઈનીઓને ઇજીપ્ત અને જોર્ડન જેવા દેશોમાં મોકલી દેવા કહ્યું હતું. આ પછી ગાઝા શહેર અને ગાઝા પટ્ટીનું પુન:નિર્માણ શરૂ કરવાની યોજના જણાવી હતી. મંગળવારે નેતાન્યાહૂ સાથે યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં તેઓએ આમ સ્પષ્ટત: જણાવ્યું હતું. સાથે ત્યાં રહેલા ફૂટયા વગરના બોંબ તથા માઇન્સ દૂર કરી ખંડેર થઈ ગયેલા મકાનો પણ દૂર કરી સમગ્ર પ્રદેશ સાફ-સુથરો બનાવી અમેરિકી દળોની ટુકડીઓ પણ ગોઠવી દેવા જણાવ્યું હતું.

ટૂંકમાં ભૂમધ્ય સમુદ્ર પરથી સીનાઈ પેનિન્શ્યુલા પરનો અને ત્યાંથી મધ્ય પૂર્વમાં જવા માટેનું ફુટ-બોર્ડ હાથ કરવા ટ્રમ્પે કહી દીધું છે.


Google NewsGoogle News