Get The App

Israel vs Hamas યુદ્ધનો મૃતકાંક 9000ને વટાવી ગયો, નેતન્યાહૂએ કહ્યું - આ આઝાદીની બીજી લડત

તેમણે કહ્યું - યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઇ ગયો, અમારી સેના પીછેહઠ નહીં કરે

ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં ગાઝા-પેલેસ્ટાઈનમાં કુલ 7703થી વધુ લોકોના મોત

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
Israel vs Hamas યુદ્ધનો મૃતકાંક 9000ને વટાવી ગયો, નેતન્યાહૂએ કહ્યું - આ આઝાદીની બીજી લડત 1 - image

Israel vs Hamas War | ઇઝરાયલ અને હમાસ છેલ્લા ત્રણ અઠવાડિયાથી એકબીજા પર બોમ્બમારો કરી રહ્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 9000ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ (Benjamin Netanyahu) કહ્યું છે કે આ યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ તબક્કો ચોક્કસપણે લાંબો અને મુશ્કેલીઓથી ભરેલો હશે પરંતુ અમારી સેના પાછળ નહીં હટે. આ તો માત્ર શરૂઆત છે.

ગાઝા પર બોમ્બમારા અંગે શું કહ્યું... 

શુક્રવારે મધ્યરાત્રિએ ગાઝા પર થયેલા ભારે બોમ્બમારા અંગે નેતન્યાહૂએ કહ્યું કે અમારી સેના ગાઝામાં ઘૂસી ગઈ હતી. આ આ યુદ્ધના બીજા તબક્કાની શરૂઆત છે, જેનો ધ્યેય હમાસનો નાશ અને આપણા બંધકોને સુરક્ષિત પરત લાવવાનો છે. અમે યુદ્ધ કેબિનેટ અને સુરક્ષા કેબિનેટની બેઠકમાં સર્વસંમતિથી ગ્રાઉન્ડ ઓપરેશનને વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો હતો. અમે આ નિર્ણય સંતુલિત રીતે લીધો છે.

અમે અમારા સૈનિકો અને કમાન્ડરોની પડખે 

નેતન્યાહુએ કહ્યું કે અમારા કમાન્ડર અને સૈનિકો દુશ્મનના વિસ્તારમાં લડી રહ્યા છે પરંતુ તેઓ જાણે છે કે તેમની સરકાર અને લોકો તેમની સાથે છે. હું સૈનિકોને મળ્યો છું. અમારી સેના ઉત્તમ છે, જેમાં ઘણા બહાદુર સૈનિકો છે. તે બધામાં જીતવાની ભાવના છે. ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં મૃતકોની સંખ્યા હવે વધીને 7703 થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં 1400થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે.

આ બીજી આઝાદીની લડાઈ 

નેતન્યાહુએ કહ્યું કે ગાઝામાં યુદ્ધ લાંબુ અને મુશ્કેલ હશે પરંતુ અમે તેના માટે તૈયાર છીએ. આ આપણી આઝાદીનું બીજું યુદ્ધ છે. અમે અમારી માતૃભૂમિની રક્ષા માટે લડીશું. અમે લડીશું અને પીછેહઠ નહીં કરીએ. અમે જમીન, સમુદ્ર અને હવા ત્રણેય બાજુએથી પ્રહાર કરીશું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે હમાસ દ્વારા બંધક બનાવેલા 200 નાગરિકોને છોડાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે.

Israel vs Hamas યુદ્ધનો મૃતકાંક 9000ને વટાવી ગયો, નેતન્યાહૂએ કહ્યું - આ આઝાદીની બીજી લડત 2 - image



Google NewsGoogle News