Get The App

'નેતન્યાહૂ જ ઈઝરાયલના સૌથી મોટા દુશ્મન...' PMના નિર્ણય પર ભડક્યાં લોકો, મોટાપાયે દેખાવ

Updated: Mar 23rd, 2025


Google News
Google News
'નેતન્યાહૂ જ ઈઝરાયલના સૌથી મોટા દુશ્મન...' PMના નિર્ણય પર ભડક્યાં લોકો, મોટાપાયે દેખાવ 1 - image


Image Source: Twitter

Israel Hamas war: ગાજામાં ફરીથી યુદ્ધ શરૂ કરી ચૂકેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સ્થાનિક સ્તર પર પકડ નબળી પડતી જઈ રહી છે. નેતન્યાહૂના નિર્ણય વિરુદ્ધ શનિવારે રાજધાની તેલ અવીવમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ મોટાપાયે દેખાવ કરવા લાગ્યા.  હકીકતમાં નેતન્યાહૂએ તાજેતરમાં જ  સ્થાનિક ગુપ્તચર વિભાગ શિન બેટના પ્રમુખ રોનેર બારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયને કેટલાક લોકો રાજનીતિથી પ્રેરિત માની રહ્યા છે, તો બીજી તરફ પ્રદર્શન કરી રહેલા લોકો ગાજામાં ફરીથી  શરૂ કરેલા યુદ્ધને લઈને પણ નાખુશ છે.  તેમનું માનું છે કે એક સારો સંઘર્ષ વિરામ લાગુ થવો, જેનાથી તમામ બંધકોને છોડવી શકાય. આ બે નિર્ણયોના કારણે તેલ અવીવમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. 

ઈઝરાયલની સુપ્રીમ કોર્ટ એક્શનમાં

ઈઝરાયલના વડાપ્રધાને આ અઠવાડિયાની શરૂઆતમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે, 2021થી શિન બેટનું નેતૃત્વ કરી રહેલા રોનેર બાર પર હવે મને વિશ્વાસ નથી રહ્યો. આ જ કારણોસર તેને 10 એપ્રિલના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હવે વડાપ્રધાના આ નિર્ણય બાદથી જ લોકો  દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. નેતન્યાહૂના આ નિવેદન બાદ ઈઝરાયલની સુપ્રીમ કોર્ટ પણ એક્શનમાં આવી ગઈ છે અને તેણે સસ્પેન્શન પર અસ્થાયી રોક લગાવી દીધી છે. 

નેતન્યાહૂ સત્તામાં બની રહેવા માટે નવા રસ્તા શોધી રહ્યા

નેતન્યાહૂના ટીકાકારોનો આરોપ છે કે આ નિર્ણય દ્વારા  છે. તેઓ સતત ઈઝરાયલના લોકતંત્રને નબળું પાડી રહ્યા છે. જોકે નેતન્યાહૂએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. નેતન્યાહૂએ ભલે આ આરોપોને  ફગાવી દીધા હોય પરંતુ દેખાવકારોનો તેમના પ્રત્યેક ગુસ્સો વધતો જઈ રહ્યો છે. તેલ અવીવના હબીમા સ્કવાયરમાં દેખાવકારોએ  ઈઝરાયલનો  રાષ્ટ્રધ્વજ લઈને ગાજામાં એક  કરારની પણ માગ કરી જેનાથી બાકી રહેલા ઈઝરાયલી બંધકોને શાંતિપૂર્ણ રીતે મુક્ત કરી શકાય.

નેતન્યાહૂ જ ઈઝરાયલના સૌથી મોટા દુશ્મન

આ દરમિયાન એક 63 વર્ષીય પ્રદર્શનકારીએ કહ્યું કે, 'ઈઝરાયલના સૌથી મોટો દુશ્મન બેન્જામિન નેતન્યાહૂ જ છે. તેઓ 20 વર્ષથી સત્તામાં છે. ન તો તેમને દેશની ચિંતા છે અને ન તો તેમને નાગરિકોની ચિંતા છે.'

ઈઝરાયલની સરકાર પોતાનો લક્ષ્ય હાંસલ કરવામાં નિષ્ફળ 

 અન્ય એક 44 વર્ષીય પ્રદર્શનકારીએ કહ્યું કે, 'ગાજામાં ભયંકર યુદ્ધનો દોઢ વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ ત્યાં હમાસ હજુ પણ સત્તામાં છે અને તેમની પાસે હજુ પણ હજારો લડાકૂઓ છે. એનો અર્થ તો એ જ થયો કે ઈઝરાયલની સરકાર પોતાનો લક્ષ્ય હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે.'

તમને જણાવી દઈએ કે, ગાજામા  ઈઝરાયલનું અભિયાન ફરીથી શરૂ થવાની સાથે જ 59 બંધકોનું ભાગ્ય અસ્પષ્ટ બન્યું છે. જેમાંથી 24 હજુ પણ જીવિત હોવાનું અનુમાન છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે, 'યુદ્ધમાં વાપસીથી કાં તો અપરણકર્તાઓ દ્વારા તેમને મારી નાખવામાં આવશે અથવા તો પછી ઈઝરાયલના બોમ્બમારામાં દુર્ઘટનાવશ તેમનું મૃત્યુ થઈ શકે છે.'

Tags :