ઈઝરાયલનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, લેબેનોન સાથે યુદ્ધવિરામને મંજૂરી
Israel Hezbollah Ceasefire: ઈઝરાયલ કેબિનેટે આજે તેલ અવીવમાં ઈઝરાયલ રક્ષા દળ (IDF) કિર્યા હેડક્વાર્ટરમાં લેબેનોનની સાથે યુદ્ધવિરામ (સીઝફાયર) સમજૂતીને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે, છેલ્લા 14 મહિનાથી ઈઝરાયલનું હમાસ અને તેના સમર્થક સંગઠનો સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. ગત વર્ષ 7 ઓક્ટોબરે ઈઝરાયલમાં ઘાતક હુમલો થયો હતો જ્યારબાદ પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ પેદા થઈ હતી. આ યુદ્ધ બાદ અનેક મોર્ચા શરૂ થઈ ચૂક્યા હતા, જેમાં ઈઝરાયલ અને લેબેનોનમાં હાજર સંગઠન હિઝબુલ્લાહ પણ મેદાનમાં આવ્યું. ઈઝરાયલ અને હિઝબુલ્લાહના લોહિયાળ જંગમાં લેબેનોનમાં 3750થી વધુ લોકોના મોત થયા છે અને 10 લાખથી વધુ લોકો પોતાના ઘરથી બેઘર થયા છે. જોકે, એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા આ યુદ્ધ વચ્ચે ઈઝરાયલ અમેરિકન યુદ્ધવિરામની યોજના પર સહમતી દર્શાવી છે. ઈઝરાયલના સુરક્ષા મંત્રીમંડળની મંગળવારે બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામ સમજૂતીને મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચો : 'એક દિવસ તો વાતચીત માટે તૈયાર થવું જ પડશે...', રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલ્યા જયશંકર
યુદ્ધવિરામની શું છે શરતો?
ઉત્તર મોરચે યુદ્ધને સમાપ્ત કરનારી સમજૂતીમાં શરૂઆતના બે મહિનાના યુદ્ધવિરામની વાત કહેવામાં આવી છે. સમજૂતી હેઠળ ઈઝરાયલની સેનાને દક્ષિણ લેબેનોનથી હટવું પડશે અને લેબેનોનની સેનાને 60 દિવસમાં આ વિસ્તારમાં તૈનાત કરવી પડશે, જે હિઝબુલ્લાહનો ગઢ છે. ત્યારે હિઝબુલ્લાહ લિતાની નદીના દક્ષિણમાં બોર્ડર પર પોતાના સશસ્ત્રની હાજરી ખતમ કરી દેશે, જે ઈઝરાયલની બોર્ડરથી લગભગ 18 મીલ દૂર છે. દક્ષિણ લેબેનોનમાં લિતાની નદી હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે હાલ સંઘર્ષનું કેન્દ્ર બનેલી છે. ઈઝરાયલ, હિઝબુલ્લાહને લિતાની નદીથી આગળ જવા પર જોર આપી રહ્યું છે અને તેણે પ્રસ્તાવ આપ્યો છે કે લેબેનોની સેના અને યૂનિફિલ બોર્ડરની વચ્ચે અને નદીના દક્ષિણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે.
આ પણ વાંચો : બૈરૂત પરના ઈઝરાયેલી હુમલામા હિઝબુલ્લાહે વળતો જવાબ આપ્યો : ઈઝરાયેલ પર 250 રોકેટ છોડયા