Get The App

રાતો-રાત ગઠબંધનનો ખેલ થતાં આ દેશના વડાપ્રધાનની ખુરશી ડગમગી, સરકાર ગુમાવવાનો વારો

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Pushpa Kamal Dahal 'Prachanda' during his Swearing-in Ceremony - file pic
Image : IANS

Nepal Politics: ભારતના પાડોશી દેશ નેપાળમાં ફરી રાજકીય ઉથપાથલ જોવા મળી રહી છે. ગઠબંધનને રાતો-રાત ખેલ કરી નાખતા વડાપ્રધાન પુષ્પ કમલ દહલ (Pushpa Kamal Dahal prachand) 'પ્રચંડ'ની ખુરશી ડગમગી ગઈ છે. 16 વર્ષમાં આ 13મી વખત છે જ્યારે કોઈ સરકાર પડી રહી છે.

પ્રચંડ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા તૈયાર નથી

પ્રચંડ સરકારને પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલી (K.P. Sharma Oli)ની કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (Unified Marxist-Leninist) એટલે કે CPN-UML દ્વારા ટેકો મળ્યો હતો. જો કે હવે ઓલીની પાર્ટીએ પ્રચંડ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. અને હવે CPN-UML અને નેપાળી કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. જો કે પ્રચંડ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા તૈયાર નથી. તેમજ તેમનું કહેવું છે કે તેઓ (પુષ્પ કમલ દહલ) સંસદમાં વિશ્વાસ મતનો સામનો કરશે. નેપાળના બંધારણ મુજબ વડાપ્રધાને 30 દિવસની અંદર વિશ્વાસનો મત મેળવવો પડશે.

પ્રચંડના સમર્થનથી ચાલી રહી હતી દેઉબા સરકાર 

નોંધનીય છે કે નેપાળના વડાપ્રધાન પ્રચંડે આ વર્ષે માર્ચ મહિનામાં શેર બહાદુર દેઉબા (Sher Bahadur Deuba)ની પાર્ટીને બહારથી સમર્થન આપ્યું હતું. દેઉબાની પાર્ટી પ્રચંડના સમર્થનથી ચાલી રહી હતી. પરંતુ 15 મહિના શાસન કર્યા બાદ આ સરકાર પડી ગઈ હતી. માર્ચમાં,  દેઉબાની પાર્ટીને બહાર કરીને ઓલીની પાર્ટી CPN-UML સાથે ગઠબંધન કરીને સરકારમાં સામેલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : બ્રિટનમાં ચૂંટણીના પરિણામો સામે આવી ગયા, સત્તાપલટો થયો

રાતો-રાત ખેલ પાડીને ગઠબંધન કરી લીધું

હવે શેર બહાદુર દેઉબાની નેપાળી કોંગ્રેસ રાતો-રાત ખેલ પાડીને કેપી શર્મા ઓલીની CPN-UML સાથે ગઠબંધન કરી લીધું છે. બંને પક્ષો વચ્ચે રાજકીય સમજૂતી પણ થઈ ગઈ છે. ત્યારે હવે આ અતર્ગત દેઉબા અને ઓલી બંને માંથી કોઈ એક અથવા વારાફરતી એક પછી એક વડાપ્રધાન બની શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પહેલા કેપી શર્મા ઓલી વડાપ્રધાન બનશે અને તેમના પછી દેઉબા પદ સંભાળશે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રાતો-રાત ગઠબંધનનો ખેલ થતાં આ દેશના વડાપ્રધાનની ખુરશી ડગમગી, સરકાર ગુમાવવાનો વારો 2 - image


Google NewsGoogle News