શી જિનપિંગ એક વિઝનરી નેતા, નેપાળના પીએમ પ્રંચડ ચીન જઈને થયા ઓળઘોળ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
શી જિનપિંગ એક વિઝનરી નેતા, નેપાળના પીએમ પ્રંચડ ચીન જઈને થયા ઓળઘોળ 1 - image


Image Source: Twitter

કાઠમંડૂ, તા. 24 સપ્ટેમ્બર 2023

ચીનના પ્રવાસે ગયેલા નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રંચડ ચીન પર જાણે ઓળઘોળ થઈ ગયા છે.

ચીનના મીડિયા રિપોર્ટમાં પ્રંચડના હવાલાથી જણાવાયુ છે કે, નેપાળ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી કરવામાં આવેલી પહેલનુ સમર્થન કરે છે. નેપાળ યોગ્ય દિશામાં ઈન્ટરનેશનલ ઈકોનોમીને આગળ વધારવા માટે ચીન સાથે કામ કરવા માટે તૈયાર છે. શી જિનપિંગ એક વિઝનરી નેતા છે અને નેપાળ ચીન સાથે મળીને કામ કરવા માટે પ્રતિબધ્ધ છે.

નેપાળના પીએમ પ્રંચડ એક સપ્તાહની લાંબી યાત્રા પર ચીન ગયા છે. તેમણે કહ્યુ હતુ કે, નેપાળ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ પ્રોજેકટમાં સક્રિય રીતે હિસ્સો લેવાનુ ચાલુ રાખશે. સાથે સાથે અમારી સરકાર ટ્રાન્સ હિમાલયન નેટવર્કને પણ પ્રોત્સાહન આપશે. કારણકે તે નેપાળના આર્થિક વિકાસમાં મદદરુપ થઈ શકે તેવો પ્રોજેકટ છે.

ઉલ્લેખનીય છેકે, ટ્રાન્સ હિમાલયન નેટવર્ક પણ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો જ એક હિસ્સો છે. પહેલા એવુ માનવામાં આવતુ હતુ કે આ પ્રોજેકટ માટે પ્રંચડલોનની જગ્યાએ ગ્રાન્ટની માંગ કરી શકે છે પણ એવી કોઈ જાહેરાત પ્રચંડ દ્વારા કરવામાં આવી નથી.

ઉપરાંત ચીન દ્વારા નેપાળમાં બનાવાયેલા પોખરા એરપોર્ટ તેમજ ચીન પાસેથી નેપાળે ખરીદેલા વિમાનો પેટેની લોન માફ કરવા માટે પ્રચંડ માંગણી કરશે તેવી અટકળો થઈ રહી હતી. જોકે તેના પર હજી સુધી નેપાળના વડાપ્રધાનનુ કોઈ નિવેદન આવ્યુ નથી.



Google NewsGoogle News