Get The App

નેપાળ વિમાન દુર્ઘટના : નેપાળમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક, ભારત-અમેરિકાએ સંવેદના વ્યક્ત કરી

ગત વર્ષે તારા એરલાઈનનું વિમાન ક્રેશ થયું હતું જેમાં 4 ભારતીયો સહિત 22ના મોત થયા હતા

Updated: Jan 15th, 2023


Google NewsGoogle News
નેપાળ વિમાન દુર્ઘટના : નેપાળમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક, ભારત-અમેરિકાએ સંવેદના વ્યક્ત કરી 1 - image

કાઠમંડુ, તા.15 જાન્યુઆરી-2023, રવિવાર

નેપાળમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 45 લોકોના મૃત્યુ બાદ દેશ અને વિદેશના નેતાઓ તેમજ તમામ લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. મૃતકોમાં પાંચ ભારતીય મુસાફરોનો પણ હતા.

ભારતના ઉડ્ડયન મંત્રી શોખ વ્યક્ત કર્યો

ભારતના ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને આ અકસ્માત પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, નેપાળમાં દુ:ખદ વિમાન દુર્ઘટનામાં લોકોના મૃત્યુ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.  નેપાળમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. બીજી તરફ, પોખરા એરપોર્ટ પર પ્લેન ક્રેશને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે સોમવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

ગત વર્ષે વિમાન દુર્ઘટનામાં 22ના મોત નિપજ્યા હતા

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે કહ્યું કે, વિમાન રાજધાની કાઠમંડુથી મધ્ય નેપાળના પોખરા જઈ રહ્યું હતું. તેમણે મંત્રી પરિષદની તાકીદની બેઠક બોલાવી અને બચાવ પ્રયાસો પુરજોશથી ચાલુ રાખવા સૂચના આપી છે. ગત વર્ષે નેપાળમાં તારા એરલાઈનનું વિમાન ક્રેશ થયું હતું જેમાં 4 ભારતીયો સહિત તમામ 22 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.

અમેરિકી દુતાવાસે દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકી દુતાવાસે ટ્વીટ કરી કહ્યું કે, અમે પોખરામાં દુ:ખદ યેતી એરલા ઈન્સની દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. અમે સ્થિતિ પર કાળજીપૂર્વક નજર રાખી રહ્યા છીએ. હાલ અમેરિકાના કોઈપણ નાગરિક વિશે માહિતી મળી નથી. અમારા સંવેદના પીડિતો અને પરિવારો સાથે છે.

ભારતમાં નેપાળના રાજદૂતે કહ્યું કે પોખરામાં કેટલાક ભારતીયો સહિત 72 લોકો અને ક્રૂ મેમ્બર્સને લઈ જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારા સંવેદના અને પ્રાર્થના આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે.

નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ પ્રેસ રિલીઝ જારી કરી

નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ એક પ્રેસ રિલીઝ જારી કરીને પ્લેન ક્રેશની જાણકારી આપી છે. પ્રેસ રિલીઝ અનુસાર પ્લેનમાં કુલ 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા. આ પ્લેનમાં 53 નેપાળી નાગરિકો અને 15 વિદેશી નાગરિકો હતા, જેમાં 5 ભારતીય, 4 રશિયન, એક આ ઈરિશ, એક ઓસ્ટ્રેલિયન, 1 આર્જેન્ટીના, 2 કોરિયન અને એક ફ્રેન્ચ નાગરિકનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News