Get The App

નેપાળમાં ફરી ભારે વરસાદનું એલર્ટ, પૂર-ભૂસ્ખલનમાં 240ના મોત, અનેક મકાનો-નગરો-પૂલોનો નાશ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
Nepal


Heavy Rain Alert Again In Nepal : નેપાળમાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદને પગલે પૂર અને ભૂસ્ખલનથી અનેક વિસ્તારોમાં મોટા પાયે તબાહી સર્જાઈ છે. જેમાં 240 થી વધુ લોકોના મોત થયા છે, ત્યારે હવામાન વિભાગે નેપાળમાં ફરી ભારે વરસાદની આગાહી કરતા સરકારે એલર્ટ જાહેર કર્યું છે. 

ફરી ભારે વરસાદની આગાહી

નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓને ઉચ્ચ ચેતવણી પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કોશી અને બાગમતી વિસ્તાર સહિત કાઠમંડુમાં બુધવાર અને ગુરુવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : IDFના 15 જવાનોના મોત, ઈઝરાયલે કહ્યું- 'મધ્ય એશિયામાં ગમે ત્યાં હુમલો કરીશું', તો ઈરાને આપી ધમકી

અતિ ભારે વરસાદને લઈને સરકારનું એલર્ટ

જળવિજ્ઞાન અને હવામાન વિભાગે બંને પ્રાંતોના ભાગોમાં અતિ ભારે વરસાદ સંભવિત જોખમોને લઈને ચેતવણી આપવામાં આવી છે. ગૃહમંત્રીએ નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA), મુખ્ય જિલ્લા અધિકારીઓ અને સ્થાનિક સરકારોને આપત્તિના સંભવિત જોખમો પ્રત્યે સજાહ રહેવા જણાવ્યું છે. 

લોકોને સર્તક રહેવા જણાવાયું

અતિ ભારે વરસાદને લઈને મંત્રાયલ દ્વારા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. રમેશ લેખકે ભારે વરસાદમાં પૂર અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને લોકોને મુખ્ય હાઈવે અને રસ્તાઓ પર પરિવહન કરતી વખતે સજાગ રહેવા જણાવ્યું છે. 

આ પણ વાંચો : નેપાળમાં આકાશથી આફત વરસી, મૃત્યુઆંક વધીને 112, સેંકડો ગુમ, અનેક પુલ વહી ગયા

પૂર પ્રભાવિત વિસ્તારમાંથી 13,071 લોકોને બચાવાયાં

ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 13,071 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુરુવારે શરૂ થયેલા વરસાદે રવિવાર સુધી ઘણા વિસ્તારોમાં મોટાપાયે વિનાશ સર્જ્યો હતો, જેના કારણે હજારો લોકોનું સ્થળાંતર કર્યું. અતિભારે વરસાદને કારણે પૂર્વ અને મધ્ય નેપાળના મોટાભાગના વિસ્તારો શુક્રવારથી ડૂબી ગયા છે. જેને લઈને નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ દળો અને નેપાળ પોલીસ સહિત 20,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓને શોધ, બચાવ અને રાહત વિતરણ માટે તૈનાત કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News