નકારાત્મક વિચારો માણસને માંદા પાડે છે, પ્લેસિબોથી ઉલટી નોસીબો ઇફેકટસ શું છે ?

સ્વીડનના સંશોધક ચાર્લોટ બ્લીઝનું ધ નોસીબો ઇફેકટસ પર સંશોધન

નોસીબો પ્રભાવથી શરીર દર્દ નિવારકોને પંપ કરવાનું બંધ કરી દે છે.

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
નકારાત્મક વિચારો માણસને માંદા પાડે છે, પ્લેસિબોથી ઉલટી નોસીબો ઇફેકટસ શું છે ? 1 - image


સ્ટોકહોમ, 9 એપ્રિલ,૨૦૨૪,મંગળવાર 

સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટીના એક સંશોધક ચાર્લોટ બ્લીઝે ધ નોસીબો ઇફેકટસના સંશોધન મુજબ પ્લેસિબોથી વિરુધ નોસીબો ઇફેકટસથી માણસ બીમાર પડી શકે છે. નકારાત્મક વિચારો માણસના આરોગ્યને ખૂબ નુકસાનકારક છે. કેટલાકને પ્રવાસ દરમિયાન મોશન સિકનેસનો અનુભવ થાય છે. મોશન સિકનેસથી બચવા માટે ધ્યાન બીજે વાળવા પ્રયાસ કરે છે. મોશન સિકનેસ સમયે જો કોઇ ટોકવાનું શરુ કરી દે તો નોસીબો પ્રભાવ શરુ થઇ જાય છે. 

નકારાત્મક વિચારો માણસને માંદા પાડે છે, પ્લેસિબોથી ઉલટી નોસીબો ઇફેકટસ શું છે ? 2 - image

નોસીબોના પ્રભાવથી નકારાત્મક અપેક્ષાઓના પરિણામે ચિંતા,ઉલટી અને થાક જેવી સમસ્યાઓને વધારી શકે છે. પેલેસિબોનો પ્રભાવની સરખામણીમાં  એકદમ ઉલટી નકારાત્મક સ્થિતિ છે. મેડિકલ ટ્રાયલમાં એક સમૂહને માથાનું દર્દ ઘટાડવા માટે અસલી દવા આપવામાં આવી જયારે બીજા ગુ્પને મીઠી ગોળી આપવામાં આવી જેમાં કોઇ દવા ન હતી. બીજા ગુ્પને માથાનો દુખાવો મટી ગયો ત્યારે તબીબોએ તેને પ્લેસિબો ઇફેકટસનો પ્રભાવ ગણાવ્યો હતો. તેમને એમ થયું કે અમે ખરેખર સાચી દવા લઇ રહયા છીએ તેમના આ સકારાત્મક વિચારના લીધે માથાનો દુખાવો મટી ગયો હતો.

 પ્લેસિબો ઇફેકટસ મેડિકલમાં માન્ય ગણવામાં આવે છે પરંતુ ધીમે ધીમે નોસીબો ઇફેકટસ પણ ધ્યાનમાં આવવા લાગી છે. આ પ્રભાવ જયારે નકારાત્મક વિચારો કરવાથી ફેલાય છે. કોરોના મહામારી દરમિયાન  સંશોધકોના ધ્યાનમાં આવ્યું હતું કે વેકિસન પહેલાની લોકોની આશંકા તેમના અનુભવો પર અસર કરનારી રહી હતી. વેકિસન લીધા પહેલા જેમને નકારાત્મક વિચારો કર્યા હતા તેમને એવી અસરો પેદા પણ થઇ હતી. 

નકારાત્મક વિચારો માણસને માંદા પાડે છે, પ્લેસિબોથી ઉલટી નોસીબો ઇફેકટસ શું છે ? 3 - image

ઇઝરાયેલની બાર ઇલાન યુનિવર્સિટીના સામાજિક અને સ્વાસ્થ્ય વિભાગના પ્રોફેસર યાકોવ હોફમાનના સ્ટડી ૨૦૨૨માં સાયન્ટિફિક રિપોર્ટસ નામની જર્નલમાં પ્રકાશિત થયો હતો. જે લોકોને ત્રીજી વાર વેકિસન ડોઝ લેવા બાબતે શંકા હતી તેમને અનુભવ પણ થયો હતો. નોસીબો ઇફેકટસ સાથે એક દુષ્ચક્ર તૈયાર થાય છે. મગજમાં ચાલતા નકારાત્મક વિચારોની અસર શરીર પર થવા લાગે છે. 

નોસિબો એ પ્લેસિબો જેવો જ એક પ્રભાવ છે જે કોઇ નિરાશાવાદી દર્દીની કલ્પનાનું પરિણામ નથી. નોસીબો અને પેલેસિબોનો પ્રભાવ અટપટ્ટી ન્યૂરો સાયન્ટિફિક પ્રક્રિયાનો એક ભાગ છે. નોસીબો પ્રભાવ દરમિયાન શરીર દર્દ નિવારકોને પંપ કરવાનું બંધ કરી દે છે. જેથી દિમાંગને વધુ આવેગ મળે છે જેનાથી વધુ દર્દ મહેસૂસ થવા લાગે છે. જો કે નોબિબો  પ્રભાવને આધુનિક ચિકિત્સામાં પ્લેસિબો જેટલો પ્રભાવશાળી ગણવામાં આવતો નથી. 


Google NewsGoogle News