આ દેશમાં 16 વર્ષ સુધીના બાળકોને નથી મારી શકાતો થપ્પડ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
આ દેશમાં 16 વર્ષ સુધીના બાળકોને નથી મારી શકાતો થપ્પડ 1 - image


દરેક પરિવાર પોતાના બાળકોને સારી રીતે ઉછેર અને પાલન પોષણ કરે છે. દરેક મા બાપ ઇચ્છે છે કે તેમનુ બાળક સંસ્કારી અને હોંશિયાર બને. પરંતૂ ઘણી વાર નાની નાની બાબતો માટે મા બાપ બાળકો પર હાથ પણ ઉપાડે છે. જેથી તે ખોટુ ન કરે. એટલે કે, બાળકોને સાચા માર્ગ પર ચલાવવા માટે, ઘણા માતા-પિતા તેમના બાળકોને તેમની ભૂલો માટે તેમના પર હાથ ઉપાડે છે.

જો કે ઘણા લોકો બીજાનો ગુસ્સો તેમના બાળકો પર ઠાલવે છે. ક્યારેક એવું પણ બને છે કે, જ્યારે બાળક ઊંઘતું ન હોય ત્યારે તેને થોડા હળવો માર મારીને સૂવડાવી દેવામાં આવે છે. ભારતમાં આ એક સામાન્ય બાબત છે, પરંતુ તે દરેક દેશ માટે સામાન્ય નથી. હકીકતમાં, કેટલાક દેશોમાં, માતાપિતા માટે તેમના બાળકોને આ રીતે મારવું ખૂબ મુશ્કેલ છે, જ્યારે એક દેશ એવો છે જ્યાં બાળકને થપ્પડ મારવી પણ ગેરકાયદેસર છે.

જો તમે આ દેશમાં બાળકને થપ્પડ મારશો તો તમને સજા થશે

દુનિયામાં 53 દેશો એવા છે જ્યાં બાળકોને ઘરે કે શાળામાં આપવામાં આવતી સજા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. માત્ર શાળાઓની વાત કરીએ તો 117 દેશોમાં બાળકોને આપવામાં આવતી સજા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ દેશોમાં શિક્ષકો બાળકોને બિલકુલ સ્પર્શ કરી શકતા નથી. એક એવો દેશ પણ છે જ્યાં માતા-પિતા પોતાના બાળકોને થપ્પડ મારે તો તેમને ભારે સજા ભોગવવી પડી શકે છે.

સ્વીડન એ વિશ્વનો પ્રથમ દેશ હતો જેણે બાળકોના અધિકારોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. સ્વીડનમાં 1950થી શિક્ષકો પર વિદ્યાર્થીઓને મારવા પર પ્રતિબંધ છે, જ્યારે અહીં 1979માં બનેલા કાયદા મુજબ માતા-પિતા અને સંબંધીઓ પણ બાળક પર હાથ નથી ઉપાડી શકતા. જો બાળક કોઈ ભૂલ કરે તો પણ તેને પ્રેમથી સમજાવવામાં આવે છે.

બાળકો સામે કોઈપણ પ્રકારની હિંસા ગેરકાનૂની

બાળકો સામે કોઈપણ પ્રકારની હિંસા સ્વીડનમાં ગેરકાયદેસર ગણવામાં આવે છે. બાળકને થપ્પડ મારવી કે કાન પકડવો પણ આ દેશમાં ગેરકાયદેસર છે. જો આ દેશોમાં કોઈ બાળક પોલીસને ફરિયાદ કરે છે, તો તે બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસ અને સરકારી એજન્સીઓની છે. જો સરકારી એજન્સીઓ ઈચ્છે તો માતાપિતાને જેલની સજા પણ કરી શકે છે.


Google NewsGoogle News