Get The App

'ઇઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે કેન્દ્ર સરકાર કન્ફયુઝ', શરદ પવારે ભારતના સ્ટેન્ડ અંગે કરી ટીકા

શરદ પવારે દાવો કર્યો કે કેન્દ્ર સરકાર ખુદ એકમત નથી

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
'ઇઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે કેન્દ્ર સરકાર કન્ફયુઝ', શરદ પવારે ભારતના સ્ટેન્ડ અંગે કરી ટીકા 1 - image


Sharad Pawar's statement on Hamas-Israel war : વિશ્વમાં ચાલી રહેલા હમાસ-ઇઝરાયેલના યુદ્ધને લઇને અલગ-અલગ રાજનેતાઓના નિવેદનનો સામે આવ્યા છે. એવામાં ભારતના પણ ઘણા નેતાઓની આ મામલે જુદી જુદી પ્રતિક્રિયા સામે આવી છે. તાજેતરમાં NCP અધ્યક્ષ શરદ પવારે હમાસ-ઇઝરાયેલ યુદ્ધના મુદ્દે કેન્દ્રને ટાર્ગેટ કરી હતી. આજે શરદ પવારે કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે, ઇઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે સરકાર ખુદ મૂંઝવણમાં જોવા મળી રહી છે. ભૂતકાળમાં જોઈએ તો ભારત સરકારે પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું. હાલમાં આજ સરકાર ઇઝરાયેલના પડખે ઉભી છે. આ બાબતને ટાંકી શરદ પવારે દાવો કર્યો કે કેન્દ્ર સરકાર ખુદ એકમત નથી.

કેન્દ્ર સરકાર ખુદ એકમત નથી : શરદ પવાર 

શરદ પાવર પીએમ મોદીએ આપેલ 8 ઓકટોબરના નિવેદનની વાત કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ આ હમલા બાદ એવું નિવેદન આપ્યું હતું કે હમાસના ઇઝરાયેલ પર હમલાથી તે ખૂબ દુખી છે અને આવા સમયે અમે ઇઝરાયેલના પડખે ઉભા છીએ અને 10 તારીખે PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ સમયે પણ તેમના દ્વારા ઇઝરાયેલને સમર્થન આપવામાં આવ્યું હતું. આ ઘટનાના થોડા દિવસ પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી જેમાં તેમણે કહ્યું કે, પેલેસ્ટાઇનની સંપ્રભુતા અને સ્વતંત્રતાની સ્થાપના માટે અમે સમર્થન રાખીએ છીએ.   

પેલેસ્ટાઇન મુદ્દે ભારતની નીતિમાં બદલાણી : શરદ પવાર

શરદ પવારે કહ્યું કે, પેલેસ્ટાઇન મુદ્દે ભારતની નીતિમાં બદલાવ જોવા મળ્યો છે. આ બરોબર નથી કારણ કે ત્યાં હજારો લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. NCP ચીફે કહ્યું કે, ભારતએ ક્યારે પણ ઇઝરાયેલી મુદ્દાને સમર્થન આપ્યું નથી. આ નિવેદન એવા સમયે આપવામાં આવ્યું હતું જયારે પવારને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે UNમાં લાવવામાં આવેલ પ્રસ્તાવમાં ભારતની મતદાનથી દૂરી પર તેમના પર તેની રાય પૂછવામાં આવી હતી. ત્યારે પવારે હમાસ-ઇઝરાયેલ યુદ્ધ મુદ્દે કેન્દ્રને ઉઘાડી દીધી હતી. આ અગાઉ પણ શરદ પવાર ઘણી વખત સરકાર પર પ્રહાર કરતા જોવા મળ્યા છે.


Google NewsGoogle News