'એક સમય આવશે જ્યારે ભારત-પાકિસ્તાન વાત કરશે', નવાઝ શરીફે ફરી એકવાર કરી સંબંધો સુધારવાની વાત
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા અને ત્રણ વખતના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુધાર પર ભાર આપતા કહ્યું કે, 'બંને દેશોએ પોતાની વચ્ચે આત્મવિશ્વાસ વધારવાના ઉપાયો પર કામ કરવું જોઈએ. એક સમય આવશે જ્યારે ભારત અને પાકિસ્તાન વાત કરશે.' આમ, એકવાર ફરી શરીફે ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી છે. આ સાથે તેમણે આતંકવાદને લઇને પણ નિવેદન આપ્યું છે.
લંડનના પાર્ક લેન સ્થિત ફોર સીઝન્સ હોટલમાં પાકિસ્તાન સમાચાર પત્ર ડૉનમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં નવાઝ શરીફે પોતાની વાત કરીહ તી. તેમણે કહ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે મારા કોઈ નિવેદનથી અસ્થિરતા ઉત્પન્ન થાય. દેશ માટે આ અંતિમ વસ્તુ હશે જે હું ઈચ્છીશ.
આ પણ વાંચો : પાકિસ્તાન બાદ ભારત પણ આવશે ચેમ્પિયન્સ ટ્રૉફી, PoK ટૂર કેન્સલ, જુઓ આખુ શેડ્યૂલ
જણાવી દઈએ કે, ભારતે આગામી આગામી વર્ષ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. ભારતે 2008 બાદ પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન નથી મોકલી, જ્યારે મહેન્દ્ર સિંહની કેપ્ટનશિપમાં ટીમ એશિયા કપ માટે મોકલી હતી.
ક્રિકેટની કૂટનીતિનું સમર્થન
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટને સંબંધ સુધારવાનો રસ્તો માનતા નવાઝ શરીફે કહ્યું કે, 'ક્રિકેટ એવું ક્ષેત્ર છે જે સંબંધ સુધારવામાં મદદ કરી શકે છે. મેં કહ્યું હતું કે ભારતીય ટીમને પાકિસ્તાન આવવું જોઈએ. જો અમારે ભારતમાં રમવાનું હોત તો હું ઈચ્છતો હોત કે પાકિસ્તાનની ટીમ સૌથી પહેલા ત્યાં પહોંચે. તેનાથી સંબંધો સુધરશે.'
ભારત-પાકિસ્તાન સંબંધો પર
ભારત-પાકિસ્તાનના સંબંધોના જટિલ સ્વભાવ પર વાત કરતા તેમણે કહ્યું કે, 'આપણે બંને દેશ પાડોશી છીએ અને હંમેશા રહીશું. આપણી વચ્ચે સારા સંબંધો હોવા જોઈએ. જ્યારે સમસ્યા હોય તો આપણે એકબીજા સાથે બેસીને શાંતિપૂર્ણ રીતે વાત કરવી જોઈએ.'
આ પણ વાંચો : પાકિસ્તાનના બે મોટા શહેરોમાં 'સંપૂર્ણ લૉકડાઉન', વાયુ પ્રદૂષણ બન્યો જીવલેણ, AQI 2000 પાર
નરેન્દ્ર મોદીના ફરી વડાપ્રધાન બનવા પર શુભેચ્છા સંદેશ અને ભારતની પ્રતિક્રિયા પર નવાઝ શરીફે કહ્યું કે, 'સમસ્યાઓનો ઉકેલ કરવા માટે સૌથી પહેલા આત્મવિશ્વાસ વધારવાનું પગલું ભરવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે એક સમય આવશે જ્યારે ભારત અને પાકિસ્તાન પોતાના સૌથી આકરા મુદ્દા પર ચર્ચા કરશે.'
આતંકવાદના આરોપો પર પ્રતિક્રિયા
ભારત દ્વારા પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવા પર તેમણે કોઈ વિસ્તૃત ટિપ્પણી નથી કરી અને માત્ર એટલું કહ્યું કે, 'અમે ખુદ આતંકવાદના શિકાર છીએ.'