Get The App

નાટોની પોલ તેના સભ્ય ઇસ્ટોનિયાએ ખોલી નાખી

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
નાટોની પોલ તેના સભ્ય ઇસ્ટોનિયાએ ખોલી નાખી 1 - image


- નાટોના દરેક સભ્ય દેશના સૈનિકો યુક્રેનમાં છે આ સૈનિકો રશિયા સામેનાં યુદ્ધમાં જોડાયેલા છે

ટાલીન્ન : નાટો લશ્કરી સંગઠનના જ એક સભ્ય દેશ ઇસ્ટોનિયાએ નાટોના દંભ અને જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરી નાખ્યો છે. રશિયા- યુક્રેન યુદ્ધ સંબંધે બોલતાં તેના સંરક્ષણ મંત્રી હાન્નો પેવકરે જણાવ્યું હતું કે, રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના સહાય કરવા નાટો દેશોના સૈનિકો યુક્રેન કયારનાએ પહોંચી ગયા છે. અને યુક્રેનનો જ લશ્કરી ગણવેશ પહેરી, રશિયા સામે લડી રહ્યા છે.

બાલ્ટિક સમુદ્રના સૌથી ઉત્તરના ભાગે ગલ્ફ ઓફ ફિન્લેન્ડને રૂવર્શીને રહેતું આ નાનકડું રાજ્ય ઝારના સમયથી રશિયાનો ભાગ જ રહ્યું હતું. સામ્યવાદી ક્રાંતિ પછી તે વિશાળ સોવિયેત સંઘ (યુનિયન ઓફ સોવિયેત સોશ્યાલિસ્ટિક- રીપબ્લિકસ - યુ.એસ.એસ.આર.) નું એક ઘટક રાજ્ય બની રહ્યું હતું. તે પછી સોવિયેત સંઘનું વિભાજન થયા પછી સ્વતંત્ર રાષ્ટ્ર બની રહ્યું છે. આમ છતાં તે તેના અંતરના ઊંડાણમાંથી તો અમેરિકાની વિરુદ્ધ રહેવું હોવા પૂરો સંભવ છે. અને તેથી જ તેના સંરક્ષણ મંત્રી હાન્નો પેવકેરુએ ઇસ્ટોનિયા નાટો દેશોના લશ્કરી જૂથનો ભાગ હોવા છતાં નાટો દેશોના સૈનિકો યુક્રેનમાં યુક્રેનના સૈનિકોની સાથે રહી રશિયા સામે લડી રહ્યા છે. તેવો પર્દાફાશ કર્યો છે.

વાત બહુ સ્પષ્ટ છે. જો તે અંદરથી રશિયા તરફી ન હોય તો નાટોની આ રાજ રમત ખુલ્લી શા માટે પાડે ? અને તે વિધાનો કોઈ સામાન્ય નાગરિક નહીં પરંતુ તેના સંરક્ષણ મંત્રી જ શા માટે કરે ?

NATO

Google NewsGoogle News