Get The App

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા! NATOના બે દેશોએ નાગરિકોને કહ્યું- દવાઓ અને ભોજન જમા કરી રાખો

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા! NATOના બે દેશોએ નાગરિકોને કહ્યું- દવાઓ અને ભોજન જમા કરી રાખો 1 - image
AI Image

Russia-Ukrain War: એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ છે અને બીજી બાજુ ઈરાન અને લેબેનોન સાથે ઈઝરાયલનું યુદ્ધ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ હવે બધાની નજર રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ પર છે. આ દરમિયાન બે નાટો દેશોએ કેટલાક એવા પગલા લીધા છે, જેના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે. 

સ્વીડન અને ફિનલેન્ડે નાગરિકોને જીવન જરૂરી સામાનનો સ્ટોક કરવા કહ્યું

નાટોના નવા સભ્યો સ્વીડન અને ફિનલેન્ડે તેમના નાગરિકોને યુદ્ધથી બચવા તૈયાર રહેવાની સલાહ આપી છે. બંને દેશોએ તેમના નાગરિકોને જીવન જરૂરી સામાનનો સ્ટોક કરવા કહ્યું છે. હવે સવાલ એ છે કે, શું દુનિયા ખરેખર ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી છે? ડોનાલ્ડ ટ્રમ્પ વ્લાદિમિર પુતિન સાથે શું કરવા જઈ રહ્યા છે, જેના કારણે આ બંને દેશોના લોકોને યુદ્ધની ચેતવણી આપવામાં આવી હતી?

યુક્રેન હવે લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ કરી શકેશે 

અહેવાલો અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધની આગ ગમે ત્યારે ભડકી શકે છે. અમેરિકાએ યુક્રેનને લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. આવી સ્થિતિમાં રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન પહેલા જ ચેતવણી આપી ચૂક્યા છે કે જો નાટો દેશો દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તેનું પરિણામ પરમાણુ હુમલામાં આવશે. જેના કારણે ભયનું વાતાવરણ વધુ વધી ગયું છે. હજુ એ સ્પષ્ટ નથી કે ટ્રમ્પ અને પુતિન સાથેના સંબંધોને વધુ મજબુત કરશે કે યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરશે. જો કે, વાતાવરણ વધુ ગરમ થયું છે તે ચોક્કસ છે.

આ પણ વાંચો: કેનેડાથી 7000 વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરાશે, વિઝા લેવામાં હવે તમે પણ આવી ભૂલ ન કરતા


સ્વીડન અને ફિનલેન્ડે તેમના નાગરિકોને યુદ્ધથી કેવી રીતે બચી શકાય તે અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ નાટો દેશોએ તેમના સંરક્ષણ પગલાં મજબૂત કર્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ છેલ્લા બે વર્ષમાં બંને દેશો આ નાટો ગઠબંધનમાં જોડાયા છે. ત્યારથી, ઘણાં યુરોપિયન દેશોએ આ ક્ષેત્રમાં લાંબા ગાળાની સુરક્ષાને મજબૂત કરવા માટે તેમના લશ્કરી ખર્ચમાં વધારો કર્યો છે.

શું ચેતવણી આપવામાં આવી રહી છે?

નોર્ડિક દેશો એટલે કે સ્વીડન અને ફિનલેન્ડમાં લાખો ઘરોમાં બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. વિતરિત કરાયેલી બુકલેટમાં લશ્કરી સંઘર્ષો, સંદેશાવ્યવહારમાં વિક્ષેપ અને પાવર કટ તેમજ ભારે હવામાનની ઘટનાઓ સાથે કેવી રીતે સામનો કરવો તેની માહિતી આપવામાં આવી છે. સરકારી અધિકારીઓએ યુદ્ધની સ્થિતિમાં લોકો પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકે તે અંગે સૂચનો આપ્યા છે. 

સ્વીડન સરકાર લોકોને એલર્ટ કર્યા

સ્વીડિશ સિવિલ કન્ટીજન્સી એજન્સી (MSB) અનુસાર, સ્વીડન સરકાર 18મી નવેમ્બરથી બે અઠવાડિયા માટે તમામ 50 લાખ ઘરોમાં બુકલેટનું વિતરણ કરશે. સ્વીડિશ સિવિલ કન્ટીજન્સી એજન્સીએ આ બુકલેટ તૈયાર કર્યું છે. આ સ્વીડિશ બુકલેટની પાંચમી આવૃત્તિ છે જે સૌપ્રથમ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પ્રકાશિત કરવામાં આવી હતી અને જેમાં યુદ્ધની તૈયારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેનો હેતુ રશિયા-યુક્રેનના યુદ્ધથી બચવાનો છે.

આ પણ વાંચો: અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મામલે 15 વર્ષ બાદ ચીનને પછાડી ભારત નંબર વન, પણ હવે ટ્રમ્પના કારણે વધી ચિંતા

ફિનલેન્ડ ગાઈડલાઈનમાં શું છે?

ફિનલેન્ડના ગૃહ મંત્રાલયે સોમવારે નવી કટોકટી ગાઈડલાઈન પણ જારી કરી, લોકોને લાંબા સમય સુધી વીજ કાપ, પાણીની અછત, ટેલિકોમ્યુનિકેશન વિક્ષેપો, ગંભીર હવામાનની ઘટનાઓ અને લશ્કરી સંઘર્ષનો સામનો કેવી રીતે કરવો તેની સલાહ આપી. આ વર્ષની શરૂઆતમાં, નોર્વે અને ડેનમાર્ક, 32-રાષ્ટ્રોના જૂથના અન્ય બે સભ્યોએ પણ યુદ્ધના સમય માટે અપડેટ ગાઈડલાઈન જાહેર કરી હતી, જેમાં લોકોને સંભવિત કટોકટી માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા! NATOના બે દેશોએ નાગરિકોને કહ્યું- દવાઓ અને ભોજન જમા કરી રાખો 2 - image


Google NewsGoogle News