નાટોના કારણે રશિયાની મુશ્કેલીઓ વધી! યુક્રેનને 1.2 અબજ ડૉલરના હથિયારો આપશે
યુક્રેન હજુ પણ રશિયાનો સામનો કરવા માટે સક્ષમ નથી
Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન નાટો હવે યુક્રેનને 1.2 અબજ ડૉલરના હથિયારો આપવા જઈ રહ્યું છે. જેથી યુક્રેન વધુ શક્તિશાળી બને. આનો અર્થ એ થશે કે બંને દેશ વચ્ચે યુદ્ધ ખતમ થવાનું નથી. કારણ કે રશિયા હાર સ્વીકારશે નહીં અને યુક્રેનને જે હથિયારો મળી રહ્યા છે તેનાથી રશિયાનો સામનો કરી શકશે.
નાટો યુક્રેનની મદદ કરશે
અહેવાલ અનુસાર, નાટોએ જાહેરાત કરી હતી કે,'યુક્રેન સાથે હથિયારો ખરિદવા માટે 1.2 અબજ ડૉલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કારણ કે, યુક્રેન પાસે હથિયાર ભંડાર ખતમ થઈ ગયો છે.' નાટોએ 155 એમએમ દારૂગોળાના 2 લાખ 20 હજાર રાઉન્ડ ખરીદવાની મંજૂરી આપી દીધી છે.
નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું,'આ કરાર આપણા પ્રદેશની રક્ષા માટે છે,અમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન જીતવાની પરવાનગી નથી આપતા'
હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધ ઉગ્ર બન્યું છે. નાટો યુક્રેનને સંપૂર્ણ મદદ કરી રહ્યું છે, પરંતુ યુક્રેન હજુ પણ રશિયાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ નથી. રશિયાએ થોડા દિવસો પહેલા યુક્રેનની હવાઈ સંરક્ષણને દબાવવા માટે હવાઈ હુમલો કર્યો હતો. યુક્રેનના અધિકારીઓનો દાવો છે કે રશિયાએ 29 ડિસેમ્બરથી 2 જાન્યુઆરીની વચ્ચે 500 ડ્રોન અને મિસાઈલો છોડી હતી.