Get The App

રશિયન મિસાઇલથી પોલેન્ડમાં બેના મૃત્યુ થતાં 'નાટો' દેશોમાં એલર્ટ

Updated: Nov 16th, 2022


Google News
Google News
રશિયન મિસાઇલથી પોલેન્ડમાં બેના મૃત્યુ થતાં 'નાટો' દેશોમાં એલર્ટ 1 - image


- યુક્રેન યુદ્ધ વધુ વકરવાની ભીતિ

- મિસાઇલ હુમલાને લીધે બાલીમાં મળી રહેલી જી-20 શિખર પરિષદમાં ઈમરજન્સી મીટિંગ બોલાવાઈ

બાલી, ઈન્ડોનેશિયા : રશિયન બનાવટનું મનાતું એક મિસાઇલ ગઈકાલે પૂર્વ પોલેન્ડનાં એક ગામ ઉપર ત્રાટકતાં બે વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે. આ સાથે યુક્રેન યુદ્ધ વધુ વકરવાની ભીતિ સેવાઈ રહી છે.

પોલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનની સરહદ પાસે ૬ કીમી પોલેન્ડની અંદર આવેલાં પ્રેઝેવોડોવ ગામનાં અનાજના ખળાં ઉપર આ મિસાઇલ ત્રાટકતાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા.

પોલેન્ડના પ્રમુખ આન્દ્રેઝેઝ દુદાએ જણાવ્યું હતું કે આ મિસાઇલ કોણે છોડયું હતું તે અંગે કોઈ સ્પષ્ટ પૂરાવા પ્રાપ્ય નથી. પરંતુ મહદ્અંશે તો તે રશિયન બનાવટનું જ હોઈ શકે.

દરમિયાન પોલેન્ડનાં વિદેશ મંત્રાલયે તો કહી જ દીધું હતું અને તેણે વોર્સોમાં રશિયાના રાજદૂતને બોલાવી આ ઘટના વિષે સવિસ્તાર સ્પષ્ટતા કરવા કહ્યું હતું.

આ મિસાઇલ હુમલાની માહિતી મળતાં જ બાલીમાં ચાલી રહેલી જી-૨૦ દેશોની શિખર પરિષદમાં આપાતકાલીન મીટીંગ બોલાવવામાં આવી હતી. આ મીટીંગનું પ્રમુખપદ જો બાયડને સંભાળ્યું હતું. તેમાં બીજા દેશો અને પશ્ચિમી સત્તાઓ પણ ઉપસ્થિત રહી હતી. જર્મની, કેનેડા, નેધરલેન્ડઝ, જાપાન, સ્પેઇન, ઇટાલી, ફ્રાંસ, અને બ્રિટન ઉપસ્થિત હતા. તે સર્વે જાપાનના અપવાદ સિવાય 'નાટો'ના સભ્યો છે.

આ આપતકાલીન બેઠકમાં બાયડને જણાવ્યું હતું કે હજી તેવી સ્પષ્ટ માહિતી મળી નથી કે તે મિસાઇલ રશિયામાંથી જ વહેતું મૂકાયું હશે.

આ વિષે વધુ હજી કશું પણ કહેવું ઘણું વહેલું ગણાશે. પ્રાથમિક તપાસ ઉપરથી તેમ જાણવા મળ્યું છે કે તે મિસાઇલની ટ્રેજકેટરી (પ્રવાસ રેખા) રશિયામાંથી જ શરૂ થઈ હતી. પરંતુ હવે આપણે તે અંગે આગળ જોશું.

આ પૂર્વે પોલેન્ડના પ્રવકતા પિયોત્ર મુલરે પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમે અમારા દળોને યુદ્ધ માટેની તૈનાત સ્થિતિમાં મુકી દીધાં છે. તેમજ અન્ય યુનિફોર્મ્સ્ડ સર્વિસીઝ'ને પણ તૈનાત કરી દીધી છે.

જ્યારે યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે બે મિસાઇલ્સ દર્શાવ આપે છે કે યુદ્ધ હવે વિસ્તરી રહ્યું છે.

યુક્રેનના વિદેશમંત્રી દીમીત્રો કુલેવાએ તો કોન્સીરસી થીયરીને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયા ઉપર હુમલો કરવા માટેનાં મિસાઇલ્સ પોલેન્ડ ઉપર છોડી તેનો દોષનો ટોપલો યુક્રેન રશિયા ઉપર ઢોળવા માંગે છે. તેવી કોનસ્પીરસી થિયરીમાં પાયા વગરની છે. રશિયાએ તો પોતે મિસાઇલ્સ છોડયા હોવાના આક્ષેપોને ફગાવી દીધા છે.

તે જે હોય તે પરંતુ નિરીક્ષકો કહે છે કે આવી ઘટનાઓ દર્શાવી આપે છે કે એક તો આ યુદ્ધ લાંબુ તો ચાલશે જ સાથે તે તીવ્ર અને વ્યાપક બનતું જવા સંભવ છે, તેટલું જ નહીં પરંતુ તેમાં બીજા દેશોને અનિચ્છાએ પણ ખેંચાવું પડશે.

Tags :