52 વર્ષની મહિલાનું યુવાનોને શરમાવે તેવું સાહસ, 12 દિવસમાં 1000 કિમી દોડી બનાવ્યો રેકોર્ડ
Image Source: Twitter
Marathon: 52 વર્ષીય મહિલાએ યુવાનોને શરમાવે તેવું સાહસ કર્યું છે. માત્ર 12 દિવસમાં 1000 કિમી દોડીને મોટી સિદ્ધિ હાંસલ કરનારી નતાલી ડાઉ હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટની રાહ જોઈ રહી છે. તેણે માત્ર 12 દિવસમાં થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોરમાંથી પસાર થતા વિશાળ યાત્રા પૂરી કરી છે. આ દરમિયાન તેને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. આકરી ગરમીનો સામનો કરતા ડાઉના શૂઝ પણ પીગળી ગયા હતા.
આ ઐતિહાસિક યાત્રા 5 જૂનના રોજ સિંગાપોરમાં સમાપ્ત થઈ
52 વર્ષીય ડાઉની આ ઐતિહાસિક યાત્રા 5 જૂનના રોજ સિંગાપોરમાં સમાપ્ત થઈ. નતાલી ડાઉએ કહ્યું કે, ચાર દિવસમાં આજે પહેલીવાર છે જ્યારે મેં એ સવાલ કર્યો છે કે શું ખરેખર મેં આ કામ પૂરું કરી દીધું? મને સ્પોર્ટ્સ સાથે સબંધિત પડકારો પસંદ છે પરંતુ એવી સમસ્યાઓને ધિક્કારું છું, જે વારંવાર આવે છે.
આકરી ગરમીમાં ડાઉના જૂતા પણ પીગળી ગયા
તેણે કહ્યું કે, એ વાતથી કોઈ ફરક નથી પડતો કે, તમે પહેલા નંબર પર આવો છો કે, છેલ્લા નંબર પર આવો છે. તમે કંઈક એવું કર્યું છે જે વિશ્વની 0.05 ટકા વસ્તી ક્યારેય નહીં કરી શકશે. ખાસ વાત એ છે કે દોડતી વખતે નતાલી ડાઉએ 35 ડિગ્રી સેલ્સિયસ જેટલા ગરમ તાપમાનનો સામનો કર્યો છે. પ્રથમ દિવસથી જ પહેલા તે કમરની ઈજાનો સામનો કરી રહી છે અને તેના જૂતા પણ પીગળી ગયા હતા. આટલું જ નહીં ત્રીજા દિવસે જ તેણે UTIનો સામનો કરવો પડ્યો.
ગ્લોબલ ચેરિટી GRLS માટે 50 હજાર ડોલરથી વધુની રકમ એકત્ર કરી
જો કે, તેણે ગ્લોબલ ચેરિટી GRLS માટે 50 હજાર ડોલરથી વધુની રકમ એકત્ર કરી છે. તે સ્પોર્ટ્સ દ્વારા મહિલાઓના હુનરને તલાશવામાં મદદ કરે છે. ડાઉ દરરોજ ઓછામાં ઓછું 84 કિમીનું અંતર કાપે છે. આ દરમિયાન તે સતત પોતાના સમર્થકો સાથે પણ સંપર્કમાં રહે છે. આ ઉપરાંત તેની સુરક્ષા અને સફળતામાં તેની ટીમે પણ મોટી ભૂમિકા ભજવી છે.