નાસાનું મોટું એલાન, ISROના અંતરિક્ષયાત્રીને પણ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલવાની તૈયારી
Image: Facebook
NASA: ભારત અને અમેરિકા અંતરીક્ષ ક્ષેત્રે સહયોગ વધારવા માટે ઘણા પગલાં ઉઠાવવાનું છે. નાસાના સંચાલક બિલ નેલ્સને કહ્યું કે અમેરિકી અંતરિક્ષ એજન્સી ISRO ના પણ એક અંતરિક્ષ યાત્રીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં રહેવાની ટ્રેનિંગ આપશે. ક્રિટિકલ અને આધુનિક તકનીક (iCET) ને પ્રોત્સાહન આપવા માટે ભારત અને અમેરિકા મળીને આગળ વધશે. તેમણે કહ્યું, ગયા વર્ષે અમે ભારત ગયાં હતાં. માનવતાની ભલાઈ માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરવા તૈયાર છે.
તેમણે કહ્યું, અંતરિક્ષ ક્ષેત્રે અમે સાથે મળીને કામ કરીશું અને ઈસરોના એક અંતરિક્ષયાત્રીને આઈએસએસ સુધી જવા ત્યાં રહેવા અને પાછા ફરવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે. આને ભવિષ્યમાં અંતરિક્ષ વિજ્ઞાનને આગળ વધારવામાં મદદ મળશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વાતો કહી છે. ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને તેમના સમકક્ષ જેલ સુલીવનની વચ્ચે થયેલી મુલાકાત બાદ નેલ્સને આ વાત કહી છે. સુલિવને સોમવારે કહ્યું હતું કે ઈસરોના અંતરિક્ષયાત્રીઓને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવશે.
બિલ નેલ્સને કહ્યું કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં નાસા ભારતીય અંતરિક્ષ યાત્રીની સાથે સંયુક્ત અભિયાન કરશે. બંને એનએસએએ અંતરિક્ષ ઉડાન સહયોગ અને રણનીતિક માળખાના વિકાસ માટે વાતચીત કરી. આ નાસા અને ઈસરો અંતરિક્ષયાત્રીઓનો પહેલો સંયુક્ત પ્રયત્ન હશે. શક્ય છે કે આ વર્ષના અંતમાં ભારતીય અંતરિક્ષ યાત્રી આઈએસએસ માટે ઉડાન ભરે. શક્ય છે કે ISRO ટ્રેનિંગ માટે ચાર અંતરિક્ષયાત્રીઓની પસંદગી કરે.
નાસા અને ઈસરો સાથે નાસા ઈસરો સિન્થેટિક અપર્ચર રડાર એટલે કે NISARને લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશન ક્લાઈમેટ ચેન્જ સામે ઉકેલ મેળવવામાં સહયોગી હોઈ શકે છે. આ દર 12 દિવસમાં બે વખત પૃથ્વીની મેપિંગ કરશે. જેક સુલિવન અને એનએસએસ અજીત ડોભાલ વચ્ચે વાતચીત બાદ આ એલાન કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહને નાસા અને ઈસરોએ મળીને તૈયાર કર્યું છે.