Get The App

આગામી વર્ષ માટે NASAએ જાહેર કરી ડરામણી ચેતવણી, અત્યારથી કરી લો તૈયારી!

વિશ્વભરમાં તાપમાનનો પારો વધ્યો, નાસાએ કહ્યું, નહીં સમજો તો ધરતી રહેવા લાયક નહીં બચે

વિશ્વના ઘણા સ્થળોએ જંગલોમાં આગ, વાવાઝોડું, પુર આવવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ

Updated: Aug 16th, 2023


Google NewsGoogle News
આગામી વર્ષ માટે NASAએ જાહેર કરી ડરામણી ચેતવણી, અત્યારથી કરી લો તૈયારી! 1 - image

નવી દિલ્હી, તા.16 ઓગસ્ટ-2023, બુધવાર

અમેરિકીના અવકાશ એજન્સી NASAએ આગામી વર્ષ 2024માં ભયંકર સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યક્ત કરવાની સાથે વિશ્વભરના લોકોને ચેતવણી આપી છે. નાસાએ સત્તાવાર પુષ્ટિ કરતા કહ્યું કે, વર્ષ 1880 બાદ આ વર્ષનો જુલાઈ મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. નાસાએ ચેતવણી આપતા કહ્યું કે, આગામી વર્ષે 2024માં વધુ ગરમી પડશે, જેનો સામનો કરવા આપણે અત્યારથી જ કરવી પડશે. જો તૈયારી કરવામાં નહીં આવે તો ઘણા લોકોના મોત થઈ શકે છે.

...તો ધરતી રહેવા લાયક નહીં બચે : નાસા પ્રમુખ

હાલના સમયમાં વિશ્વભરના વિવિધ સ્થળોએ ઘણા પ્રકારની કુદરતીઓ આપત્તિઓ સર્જાઈ છે, જેના કારણે ધરતીને તાવ આવી ગયો છે અને તાપમાન વધતું જઈ રહ્યું છે. નાસાના પ્રમુખ બિલ નેલ્સને કહ્યું કે, નાસાના ડેટા મુજબ આ વર્ષે અબજો લોકોએ ભયંકર ગરમીનો સામનો કર્યો છે, જુલાઈ મહિનો સૌથી ગરમ મહિનો નોંધાયો છે. તેમણે કહ્યું કે, અમેરિકા હોય કે અન્ય કોઈ દેશ... તમામ દેશો જળવાયુ સંકટ સામે ઝઝુમી રહ્યા છે. તમામ લોકોએ આ સંકટનું વિજ્ઞાન સમજવું પડશે... નહીં તો ધરતી રહેવા લાયક નહીં બચે... આપણે ખુદની સાથે પૃથ્વી અને પર્યાવરણને પણ બચાવવું પડશે... આ વર્ષે 3 જુલાઈથી લઈને 7 ઓગસ્ટ સુધી સતત 36 દિવસ અસહ્ય ગરમી પડી છે. તાપમાનનો પારો ઊંચો રહ્યો છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે અસંખ્ય લોકોના મોત, જંગલોમાં આગ, વાવાઝોડું, પુર

વાતાવરણમાં ફેલાઈ રહેલો કાર્બન ઉત્સર્જન તેમજ અલ-નીનોની અસરના કારણે વિશ્વભરમાં ગરમી વધી ગઈ છે. અમેરિકાથી લઈને ચીન સુધી... કોઈપણ વિસ્તાર ઠંડો નથી... સામાન્યથી ઉપર તાપમાન જતું રહ્યું છે. ચીનમાં ગરમીના કારણે અસંખ્ય લોકોના મોત થયા છે. ગરમીના કારણે કેનેડા, રશિયા, યુરોપ, આફ્રિકા અને હવાઈ ટાપુઓના જંગલોમાં આગ લાગી... વાવાઝોડું આવ્યું... અમેરિકા, મધ્ય-પૂર્વ, એશિયા અને યૂરોપમાં ચોમાસાનું વાવાઝોડું અને વરસાદથી પૂરની સ્થિતિ જોવા મળી...


Google NewsGoogle News