Get The App

નાસાનો વૈજ્ઞાનિક મંગળ ગ્રહને રહેવા લાયક બનાવવા કામ કરશે

મંગળના કામ માટે નાસામાંથી રાજીનામુ આપ્યું

જિમ ગ્રીને નાસાના પ્લેનટરી સાયન્સ ડિવિઝનમાં 40 વર્ષ કામ કર્યુ હતું

Updated: Jan 4th, 2022


Google News
Google News
નાસાનો વૈજ્ઞાનિક મંગળ ગ્રહને રહેવા લાયક બનાવવા કામ કરશે 1 - image


હ્યુસ્ટનઃ અમેરિકાની એજન્સી નાસાના વૈજ્ઞાાનિક જીમ ગ્રીને જાહેરાત કરી છે કે તેઓ મંગળ ગ્રહને માનવ વસતી માટે રહેવા લાયક બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરશે. તેમણે આ માટે નાસાના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓ 40 વર્ષથી નાસામાં હતા.

તેમની આગામી યોજના છે કે તે મંગળ ગ્રહને માનવ વસવાટ લાયક બનાવવાની ટેકનોલોજી અને એન્જિનિયરિંગ પર કામ કરશે. તેમણે જણાવ્યું હતું કે મંગળ ગ્રહને માનવ વસવાટ લાયક બનાવવા જિયો એન્જિનિયરિંગની મદદ લેવી પડશે. મંગળ ગ્રહનું વાયુમંડળને ગરમ કરીને વધારે ઘનઘોર બનાવવા માટે આપણને એક મોટા ચુંબકીય કવચની જરૃરિયાત છે. આ કવચ મંગળ અને સૂરજની વચ્ચે હોવું જોઈએ. તેનાથી મંગળ ગ્રહ પર એવું તાપમાન અને દબાણ સર્જાશે કે માનવ ત્યાં ધરતીની જેમ ચાલી શકશે. તેમણે સ્પેસ શૂટ પણ પહેરવો નહી પડે અને તેમના શરીરની અંદર વહેતું લોહી પણ ઉકળશે નહીં.

જિમ ગ્રીને જણાવ્યું હતું કે આ કામ કરી શકાય છે. મંગળ પર તાપમાન વધી રહ્યું છે. તે પોતાને ટેરાફોર્મ એટલે કે જીવવા લાયક બનાવી દેશે. તેની સાથે ત્યાં તાપમાન અને દબાણ પણ બદલશે. આમ જેમ દબાણ વધશે તેમ તાપમાન વધશે. હવે જો મારી યોજના અમલમાં લાવવામાં આવે તો મંગળ ગ્રહ પર માનવી છોડ વાવી શકે છે. મંગળ પર જીવન ચાલી શકે છે.

Tags :