નાસાને નડી રહી છે નાણાભીડ, મંગળ ગ્રહ પરથી માટીના નમૂના લાવવામાં અવરોધો નડશે
મંગળના ગ્રહના નમૂના લાવવાનો ખર્ચ ૧૧ અબજ ડોલર સુધી પહોંચી શકે
ખાનગી કંપનીઓને મંગળ મિશન પરિયોજનામાં મદદ કરવા વિનંતી કરી
વોશિંગ્ટન, ૧૭ એપ્રિલ,૨૦૨૪,બુધવાર
વિશ્વમાં અવકાશ સંશોધનોમાં નેતૃત્વ કરતી અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના મંગળ ગ્રહ પરના સંશોધનોમાં આર્થિક મુશ્કેલી નડી રહી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાસા હવે મંગળ પરથી માટીના નમૂના લાવવા માટેનો સસ્તો ઉપાય વિચારી રહયું છે. નાસાના અધિકારીઓના જણાવ્યા અનુસાર એજ્ન્સીઓના કેન્દ્રો અને ખાનગી કંપનીઓને આ પરિયોજનામાં મદદ માટે એક ઔપચારિક વિનંતી કરવામાં આવી છે. આ કામ ટેકનિકલી રીતે ખૂબજ જટિલ છે આથી નાસા ભરપૂર પ્રયાસ કરી રહયું છે. અનેક વૈજ્ઞાાનિકો પોતાના પ્લાન તૈયાર કરશે જેની વર્તમાન વર્ષમાં સમિક્ષા કરવામાં આવશે.
નાસા પ્રશાસક નિકી ફોકસનું માનવું છે કે નવી ટેકનીક સંશોધનો કરતા પણ ટેકનિક પર આધારિત હશે. જેનાથી સમય અને નાણાનો બચાવ કરી શકાય. જો કે આ ટેકનિકથી કામ ચાલી રહયું છે તેમાં ખર્ચ કેવી રીતે બચાવવો મોટો પડકાર છે. એક અન્ય ગ્રહથી રોકેટ લોંચ કરીને તેની ધરતી પર લાવવાનું ખૂબજ જટિલ કામ છે. નાસાએ મંગળ ગ્રહના નમૂના લાવવા માટેના કામની સમિક્ષા કરવામાં આવી છે. મિશનને સારી રીતે ચલાવવામાં આવ્યું હોતતો આર્થિક આયોજન સારી રીતે થઇ શકયું હોત.આ સમગ્ર પ્રશ્ન જયારે અમેરિકી સંસદે અંતરક્ષના કાર્યક્રમો માટે બજેટમાં ભારે કાપ મુકયો ત્યારથી સર્જાયો છે.
લોસ એન્જલેસમાં આવેલા નાસાના જેટ પ્રોપ્લ્શન લેબોરેટરી(જેપીએલ)માં સેંકડો લોકોએ નોકરી ગુમાવી. મંગળ અભિયાનનું ગુ્રપ પણ આ લેબમાં જ કામ કરતું હતું. જેપીએલનું તૈયાર કરવામાં આવેલું રોબોટિક રોવર પર્સીવિરેંસ ૨૦૨૧એ મંગળ ગ્રહ પરથી નમૂના એકત્ર કરેલા છે. પર્સીવિરેંસ મંગળ ગ્રહની પ્રાચીન ઝીલ જેજેરોના તળમાં તલછટના નમૂના જમા કરાવ્યા છે. વૈજ્ઞાાનિકોને આશા છે કે આ સપાટી પરથી સૂક્ષ્મ જીવો હોવાની સાબીતી મળી શકે છે. આ અંર્તગત પહેલા,બીજા અને ત્રીજા ચરણમાં અભિયાનનું આયોજન થયું છે. પહેલા ચરણમાં નમૂનામાં મંગળ અભિયાનનો નમૂનો લેવો, બીજા ચરણમાં રોબોટિક લેન્ડિંગ ક્રાફટ મોકલવાનું છે.
યૂરોપિય સ્પેસ એજન્સીની મદદથી થનારા આ અભિયાનનો હેતું મંગળ ગ્રહ પર ઉતરીને પર્સીવિરેંસ દ્વારા માટીનું સેમ્પલ લેવાનો છે. આ સેમ્પલને લેંડર એક રોકેટમાં રાખીને મંગળ ગ્રહની સપાટીથી લોંચ કરશે. ત્યાર પછી ત્રીજું યાન મંગળની કક્ષામાં રોકેટ પાસેથી સેમ્પલ કલેકટ કરીને પૃથ્વી પર પરત લાવશે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે ત્રીજુ અભિયાન ૨૦૨૭-૨૮ સુધી લોંચ થશે જે ૨૦૩૦ના દશકની શરુઆતમાં નમૂનો લઇને પૃથ્વી પર પરત આવશે. આ સમગ્ર અભિયાનમાં ૫ થી ૭ અબજ ડોલરનો ખર્ચ થવાનું અનુમાન છે. જો કે કેટલાક સ્વતંત્ર સમિક્ષકોનું માનવું છે કે મંગળના ગ્રહના નમૂના લાવવાનો ખર્ચ ૧૧ અબજ ડોલર સુધી પહોંચી શકે છે જે ૨૦૪૦પહેલા પૃથ્વી પરથી પાછા ફરવાની શકયતા ઓછી છે.