Get The App

‘મંગળ ગ્રહ’ પર એક વર્ષ રહ્યા બાદ ચાર વૈજ્ઞાનિકો સુરક્ષિત પરત ફરતા હાશકારો, તાળીઓથી કરાયું સ્વાગત

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
NASA Scientist



NASA Special Mission: ચંદ્ર બાદ માનવ જાત મંગળ ગ્રહ અંગેના સંશોધનમાં આગળ વધી રહી છે. હકિકતમાં નાસા એક એવા મિશન પર કામ કરી રહ્યો છે કે જેના સફળ થવાથી માનવી મંગળ ગ્રહ પર રહેઠાણ કરી શકશે. આ માટે તેણે મંગળના વાતાવરણની જેમ તૈયાર કરવામાં આવેલા ખાસ ઘરમાં ચાર વૈજ્ઞાનિકો એક વર્ષ જેટલો સમય પસાર કરવાનું મિશન સોંપ્યો હતો. જે મિશનમાં ચારેય વૈજ્ઞાનિકો 378 દિવસ વિતાવ્યા બાદ સલામત રીતે બહાર આવ્યા હતા. આ મિશન દ્વારા નાસા એ શક્યતા તપાસી રહ્યો છે કે મનુષ્યને મંગળ પર મોકલવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી પડશે.


ચાર વૈજ્ઞાનિકોએ એક વર્ષ જેટલું સમય ગાળ્યું

નાસાના ચાર વૈજ્ઞાનિકો, એન્કા સેલેરીયુ, રોસ બ્રોકવેલ, નાથન જોન્સ અને ટીમ લીડર કેલી હેસ્ટન છેલ્લા એક વર્ષથી મંગળ પરના મિશનને લગતા કાર્યક્રમનો ભાગ છે અને મંગળ પર મનુષ્ય કેવી રીતે જીવશે અને તેમને કેવા પડકારોનો સામનો કરવો પડશે તે વિશે અભ્યાસ કરતા મિશન માટે કામ કરી રહ્યા છે.


દરેક વ્યક્તિ માનવ સંપર્કથી દૂર હતો

આ મિશન પૂર્ણ કર્યા બાદ 378 દિવસ પછી, જ્યારે તમામ ચારેય વૈજ્ઞાનિકો ટેક્સાસના હ્યુસ્ટનમાં મંગળના વાતાવરણ મુજબ બનેલા ઘરમાંથી બહાર આવ્યા, ત્યારે બધાએ આ વૈજ્ઞાનિકોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. તમને જણાવી દઇએ કે આ તમામ વૈજ્ઞાનિકો છેલ્લા એક વર્ષથી માનવ સંપર્કથી દૂર હતા.



વૈજ્ઞાનિકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું

વૈજ્ઞાનિકોએ મિશન દરમિયાન 'માર્શ વોક' કર્યું હતું અને આ ઘરમાં શાકભાજી પણ ઉગાડ્યા હતા. તેમના માટે, એક વર્ષ સુધી માનવ સંપર્કથી દૂર રહેવું એ રોગચાળા દરમિયાન લોકડાઉનના કંપારીજનક અનુભવ જેવું જ હતું. પરંતુ જ્યારે તેઓ શનિવારે બહાર આવ્યા ત્યારે ચારેય વૈજ્ઞાનિકોના ચહેરા હાસ્યથી ચમકી ઉઠ્યા હતા અને તેઓ ભાવુક થઇ ગયા હતા. દરમિયાન અન્ય સ્ટાફ મેમ્બર્સે તેમને તાળીઓથી આવકાર્યા હતા.


Google NewsGoogle News