નરેન્દ્ર મોદીની ગુયાનાની ઐતિહાસિક યાત્રા : 56 વર્ષ પછી ગુયાનાની મુલાકાતે જનારા પહેલા વડાપ્રધાન
- ભારત વંશીય પ્રમુખે વડાપ્રધાનને વિમાનગૃહે આવકાર્યા
- જ્યોર્જ ટાઉનમાં ઇન્ડિયા કોરિડોમ સમિટ તે સંબોધશે કેરેબિયન કન્ટ્રીઝના નેતાઓ સાથે મંત્રણાઓ કરવાના છે
જ્યોર્જ ટાઉન : બ્રાઝિલમાં યોજાયેલી જી-૨૦ પરિષદ પછી ભારતના વડાપ્રધાન યુગાના આવી પહોંચતાં અહીંના વિમાનગૃહે તેઓનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આવકારવા વિમાનગૃહે પ્રમુખ ઇરફાન અલિ અને તેમની કેબિનેટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય પરંપરા તે છે કે વડાપ્રધાન (કોઈપણ દેશના) ને આવકારવા વડાપ્રધાન જ જાય કે, કેબિનેટના વરિષ્ઠતમ મંત્રી જાય, પ્રમુખ નહીં. પ્રમુખ માત્ર અન્ય દેશના પ્રમુખને જ આવકારવા જાય. પરંતુ આ શિરસ્તો તોડી પ્રમુખ મોહમ્મદ ઇરફાન અલિ જાતે વડાપ્રધાન મોદીને આવકારવા ગયા હતા.
વિમાનમાંથી મોદી ઉતર્યા ત્યારે પ્રમુખ અલિએ તેઓ સાથે હાથ મિલાવી ભેટયા હતા. આ પછી તેઓને સેરીમોનિયલ વેલકમ અને ગાર્ડ ઓફ ઓનર અપાયાં.
પોતાની અહીંની બે દિવસની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી ગુયાનાની સંસદને સંબોધન કરશે. ત્યાર પછી બીજા દિવસે અહીં યોજાનારી કેરેબિયન કન્ટ્રીઝના નેતાઓની બેઠક કેરી કોમ ને સંબોધન કરશે.
ઉલ્લેખનીય છે કે કેરેબિયન કંટ્રીઝના નેતાઓ સાથે પણ મોદી વ્યાપાર અને આર્થિક સહકાર અંગે ચર્ચા કરશે.
ભારતમાં ૨૦૨૩ના દિને યોજાયેલા પ્રવાસી દિવસમાં પ્રમુખ મોહમ્મદ ઇરફાન અલિ અતિથિ વિશેષ હતા.
કેરેયિન કન્ટ્રીઝ પૈકીના તેવા ગુયાનાને વિશ્વની સૌથી ઝડપથી આર્થિક સત્તા બનાવવામાં પ્રમુખ અલિનું મહત્વનું પ્રદાન રહ્યું છે.
આ માહિતી આપતાં ભારતનું વિદેશ મંત્રાલય જણાવે છે કે ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઇરફાન અલિનાં આમંત્રણને માન આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુયાનાની મુલાકાતે ગયા છે. પૂર્વે બ્રિટિશ સામ્રાજ્યમાં રહેવું ગુયાના બ્રિટિશ ગુયાના તરીકે ઓળખાતું હતું. તેવી જ રીતે કેટલાયે કેરેબિયન ટાપુઓ પણ બ્રિટનના કબ્જા નીચે હતા. ત્યાં ૧૯મી સદીમાં બ્રિટને ભારતમાંથી ઇન્ડેન્યર્ડ લેબર્સ તરીકે ભારતીયોને લઇ ગયા હતા. જ્યાં તેઓએ નામના કાઢી છે. સ્વતંત્ર થયા પછી તે દેશોની લગભગ અમેરિકાનાં સંવિધાન સમાન સમર્થન અપાવ્યું છે. તેથી પ્રમુખ જ પોતાની કેબિનેટ રચે છે. ભાષા અંગ્રેજી રહી છે.
ગુયાના સાથેના ઐતિહાસિક સંબંધોની વાત કરવા સાથે વિદેશ મંત્રાલય જણાવે છે કે ભારત ગુયાનાને ગાર્ડમ રીપ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા નિર્માણ કરાયેલી ફેરી બોટ આપવાનું છે, તે પૂર્વે હિન્દુસ્તાન એરોનોટિક્ટે બાંધેલાં ૨૨૮ વિમાનો લાઈન ઓફ ક્રેડિટથી આપવાનું છે. તેમજ ૩૦,૦૦૦ ઘરોને વીજળી આપી શકે તેવું સોલર લાઈટિંગ યુનિટ પણ આપશે.
આ માહિતી આપતાં વિદેશ સચિવ જયદીપ મેઝમુંદા જણાવ્યું હતું કે ગુયાના વિશ્વમાં સૌથી વધુ ઝડપી અર્થતંત્ર છે. ભારત તેને સહાય કરી રહ્યું છે.