હત્યા થવાના ભયે હીઝબુલ્લાહનો ડેપ્યુટી ચીફ નઈમ કાસીમ ઈરાન નાસી ગયો
- ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઈરાનના અગ્રણીઓએ જ તેને બૈરૂત છોડવા કહ્યું : તેને ૫ ઓકટોબરે ઈરાનના વિદેશ મંત્રીનાં વિમાનમાં ઈરાન લવાયો
તહેરાન : હીઝબુલ્લાહનો સેકન્ડ-ઇન- કમાન્ડ અને ડેપ્યુટી જનરલ સેક્રેટરી નઈમ કાસીમ લેબેનોન પર થતા ઇઝરાયલી હુમલાને લીધે બૈરૂત છોડી તહેરાન નાસી ગયો છે.
આ અંગે પ્રાપ્ય અહેવાલો પ્રમાણે ઈરાનના અગ્રણીઓએ જ તેને તત્કાળ બૈરૂત છોડી દેવાનુ કહેતાં ૫મી ઓકટોબરે તેને લેવા ઈરાનના વિદેશ મંત્રીનું વિમાન બૈરૂત મોકલ્યું હતું. આ વિમાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અર્ધમી લેબેનોન અને સીરીયાની મુલાકાત લેવા માટે વાપરે છે. વાસ્તવમાં નઈમ કાસીમની પણ હત્યા થવાની છે તેવી માહિતી મળતાં ઈરાનના અગ્રણીઓએ કાસીમને તહેરાન ચાલ્યા આવવા આદેશ આપ્યો હતો.
સપ્ટેમ્બરની ૨૭મીએ હીઝબુલ્લાહના વડા હસન નસરૂલ્લાહની હત્યા થઈ તે પછી કાસીમે ધગધગતા ત્રણ પ્રવચનો કર્યાં હતાં. તે પૈકી એક પ્રવચન તેણે બૈરૂતમાં આપ્યું હતું અને બીજા બે તહેરાનમાં આપ્યા હતા.
વાસ્તવમાં હમાસ સાથે યુદ્ધ થયા પછી ઇઝરાયેલ હીઝબુલ્લાહના અનેક નેતાઓની હત્યા કરી છે.
કાસીમે તેની રાજકીય કારકિર્દી લેબેનોનમાં ચાલી રહેલી શિયાઈત અમસ આંદોલન સાથે કરી હતી. ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થયા પછી તેણે તે આંદોલન ૧૯૭૯માં છોડી દીધું. તે પછી હીઝબુલ્લાહ જૂથની રચના સાથે ચાલતી મીટીંગોમાં અગ્રીમ ભાગ પણ લીધો. અને ૧૯૮૨માં ઈરાનને ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝની રચના કરી. તેનું કારણ ઇઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલે કરેલું આક્રમણ હતું.
૧૯૯૨માં ઇરાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ત્યારે ઉગ્રપંથી જુથ હીઝબુલ્લાહે પણ તેમાં ભાગ લીધો હતો. તે સમયે નઇમ કાસીમ હીઝબુલ્લાહના જરનલ કો ઓર્ડીનેટર તરીકે કામ કર્યું હતું.