Get The App

આપણી આકાશગંગા પાસેથી તારાઓનું એક નવું જૂથ મળી આવ્યું

- આકાશગંગાઓ વચ્ચે અથડામણનું જોખમ વધ્યું

- નવા શોધાયેલા તારાઓની મદદ વડે મિલ્કી વેના ઈતિહાસ અંગેની નવી જાણકારીઓ મેળવી શકાશે

Updated: Jan 9th, 2020

GS TEAM


Google News
Google News
આપણી આકાશગંગા પાસેથી તારાઓનું એક નવું જૂથ મળી આવ્યું 1 - image

વોશિંગ્ટન, તા. 09 જાન્યુઆરી 2020, ગુરુવાર

વૈજ્ઞાનિકોએ આપણી આકાશગંગા, દૂધીયા રંગના ઝાંખા પટ્ટાની બહારના ક્ષેત્રમાં નવા તારાઓનું એક જૂથ જોયું છે. તે ક્ષેત્રને આકાશગંગાના કેટલાક સૌથી જૂના તારાઓનું ઘર પણ કહેવામાં આવે છે.

વૈજ્ઞાનિકોને આપણી આકાશગંગાની બહારના ક્ષેત્રમાં નવા તારાઓનો એક સમૂહ મળી આવ્યો છે અને મહત્વની વાત એ છે કે, આ તારાઓની ઉત્પત્તિ આપણી આકાશગંગા જેને આપણે મંદાકિની અથવા તો મિલ્કી વે તરીકે ઓળખીએ છીએ તેમાંથી નથી થયેલી. સ્પેક્ટ્રલ વિશ્લેષણ કરવા પર આ તારાઓનું નિર્માણ મિલ્કી વેની પાસે આવેલી બે વામન આકાશગંગાઓ (મેઝલનિક ક્લાઉડ) માંથી થયું હોવાની જાણકારી મળી છે.

મુખ્ય સંશોધક એડ્રિયન પ્રાઇસ-વ્હેલનના કહેવા પ્રમાણે તે તારાઓનો એક નાનકડો સમૂહ છે જેમાં હજાર કરતા પણ ઓછા તારાઓ છે. 'એસ્ટ્રોફિઝિકલ' નામના જર્નલમાં પ્રકાશિત આ અહેવાલમાં નવા શોધાયેલા તારાઓની મદદ વડે મિલ્કી વેના ઈતિહાસ અંગે નવી જાણકારીઓ મેળવી શકાશે તેવો ઉલ્લેખ કરાયો છે.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે મિલ્કી વેમાં અત્યંત ચમકદાર વર્ગો આવેલા છે જેથી વિવિધ તારાઓના જૂથને ઓળખવા અઘરા પડે છે. તેના માટે ચોક્કસ માપનની જરૂર પડે છે. નવા તારાઓનો સમૂહ ખૂબ જ નાનો છે અને તે 11.7 કરોડ વર્ષ જૂનો છે. આ સમૂહ મિલ્કી વેના બાહ્ય વિસ્તારમાં આવેલો છે. આ સાથે જ વૈજ્ઞાનિકોએ આપણી આકાશગંગા અનુમાન પહેલા જ તેની પાસે આવેલી આકાશગંગાઓ સાથે અથડાય તે અંગે ચેતવણી આપી છે. સંશોધકોના કહેવા પ્રમાણે તારાઓનો સમૂહ એક એવા ક્ષેત્રમાં આવેલો છે જ્યાં મેઝલનિક સ્ટ્રીમ તરીકે ઓળખાતી ગેસની ધારા(પ્રવાહ) છે.

હકીકતે આ ક્ષેત્ર વામન આકાશગંગાઓનો બાહ્ય અંત છે જે હવે મિલ્કી વે સુધી પહોંચીને તેના બાહ્ય વિસ્તાર સાથે જોડાઈ ગયો છે. આપણી મિલ્કી વેના બાહ્ય ભાગમાં આવેલા ગેસના પ્રવાહમાં ધાતુ પણ ઉપસ્થિત છે. પરંતુ નવા શોધાયેલા આ તારાઓ પાસેનો ગેસનો પ્રવાહ ધાતુવિહીન છે. સંશોધકોના મતે જ્યારે મેઝલનિક સ્ટ્રીમે મિલ્કી વેમાં પ્રવેશ કર્યો ત્યારે આકાશગંગાના ગુરૂત્વાકર્ષણ બળે તેને ખૂબ જ ઘટ્ટ કરી દીધેલ જેથી તારાઓનું નિર્માણ થયું. તારાઓના સમૂહની વર્તમાન સ્થિતિ જોતા મેઝલનિક સ્ટ્રીમનો છેડો હજુ પણ મુખ્ય આકાશગંગાથી 90,000 પ્રકાશવર્ષ જેટલો દૂર છે.
Tags :