ઉલ્કાઓ કે એલિયન્સ ? દક્ષિણ કેલિફોર્નિયામાં રાત્રે તેજના લીસોટા દેખાતાં આશ્ચર્ય સાથે ભય
- એલિયન્સ ભાવિ ભીતિ સામે ચેતવવા આવે છે ?
- પાઇકો-યુનિયન એરિયામાં જેરેડ ગોન્સાબેઝે આગમન ભાગમાં ભૂરો પ્રકાશ ફેંકતા અસામાન્ય તેજ લીસોટા જોયા
લોસ એન્જલસ : જેરેડ ગોન્ઝેલેઝે મંગળવારે રાત્રે પાઈકો યુનિયન એરિયા વિસ્તારમાં રાત્રે ૧.૩૦ વાગે આકાશમાં અદ્ભૂત પ્રકાશ જોયો હતો. તે તેજ લીસોટા રૂપે અને તેના આગળના ભાગમાં ભૂરી-લાઇટસ પણ ફેલાઈ હતી. આ માત્ર ૩૦ સેકન્ડમાં જ અત્યંત તીવ્ર ગતિએ વિલીન થઇ ગઇ હતી પરંતુ તે દરમિયાન તેણે તેના મોબાઈલના વિડીઓમાં ઝડપી લીધી હતી. માત્ર દક્ષિણ કેલિફોર્નિયામાં જ નહીં પરંતુ એના હીમ, સાન બર્નાડીનો - ઓન્તોરિયો, બોયેલ- હાઈટસ, બર્બેન્ક, વેન્ચ્યુરલ અને સાન્તા બાર્બારા કાઉન્ટીમાં પણ આવો ઝળહળતો પ્રકાશ જોવા મળ્યો હતો. સહજ છે કે તે સાથે આશ્ચર્ય તેમજ ભીતી પણ પ્રસરી રહ્યાં.
જેરેડ ગોન્ઝેલેઝે આ સમુહમાં આવતા તેજ લીસોટા અંગે કહ્યું કે, આ લીસોટાઓ આગળના ભાગે ભૂરો પ્રકાશ ફેંકતા હતા. તે માત્ર ૩૦ સેકન્ડઝ પૂરતા જ દેખાયા પરંતુ તુર્ત જ અદ્રશ્ય થઈ ગયા.
આ માહિતી લોસ એન્જલસ સ્થિત નેશનલ બ્રોડ કાસ્ટિંગ કોર્પોરેશન (એન.બી.સી.) એ આપી હતી.
નિરીક્ષકો તેમ જણાવે છે કે જો તે એલિયન્સનાં સ્પેસ શિપ્સ હશે તો આપણે માત્ર સાવચેત નહીં સચેત રહેવું અત્યંત આવશ્યક છે. કારણ કે ઇતિહાસના ઉલ્લેખો દર્શાવે છે કે ઇ.સ. પૂર્વે ૧૫૦૦થી આવી ઘટનાઓ જોવા મળી છે. ઇ.સ. પૂ. ૧૫૦૦માં તે સમયના ઇજીપ્તના પાટનગર મેમ્ફીસ ઉપર આકાશમાં મશાલ દેખાઈ હતી તે પછી તે રાજવંશનું પતન થયું હતું. રોમમાં નીરોના સમયમાં તેજ વર્તુળો દેખાયા તે પછી રોમન સામ્રાજ્ય અંધાધૂંધીમાં ફસાઈ ગયું. આવી અનેક ઘટનાઓ છે કે જેમાં આ તેજ લીસોટા જાણે કે ભાવિ ગંભીર ઘટનાઓની ચેતવણી આપતા દેખાતા હોય છે. અત્યારે પણ વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની કગાર તરફ જઈ રહ્યું છે તે સ્પષ્ટ છે. એલિયન્સ કદાચ તે સામે ચેતવવા આવ્યો હશે.