રશિયામાં અચાનક છવાયું અંધારું, રહસ્યમય અવાજો સાથે ચમક્યું આકાશ...લોકોમાં દેખાયો ભયનો માહોલ

સેન્ટ પીટર્સબર્ગના પુલકોવો એરપોર્ટ અને તેની આસપાસના એરિયામાં વીજળી ગુલ

આ દરમ્યાન સ્થાનિકોએ રહસ્યમય આવજો અને આકાશમાં ચમકારો જોયા

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
રશિયામાં અચાનક છવાયું અંધારું, રહસ્યમય અવાજો સાથે ચમક્યું આકાશ...લોકોમાં દેખાયો ભયનો માહોલ 1 - image


Mysterious Sound In Russia Sky : સ્ક ક્ષેત્રમાં ઘણા ગામોમાં અચાનક વીજળી ગુલ થઇ ગઈ છે. પાવર સબસ્ટેશન પર યુક્રેન દ્વારા ડ્રોન હુમલાના કારણે આ વીજળી ગુલ થઇ હોવાનું સામે આવ્યું છે. કુર્સ્કના ગવર્નર રોમન સ્ટારોવોઈટે મીડિયાને જણાવ્યું કે સવારે એક યુક્રેની ડ્રોનએ કોરેનેવીસ્કીના સ્નાગોસ્ટ ગામમાં એક પાવર સબસ્ટેશન પ એક વિસ્ફોટક દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલામાં કોઈ પણ સ્થાનકને કોઈપણ પ્રકારની ઈજા થઇ નથી. આ ઉપરાંત પાવર હાઉસ ઠીક કરવાની કામગીરી ખુબ ઝડપી રીતે કરવામાં આવે છે. 

સ્થાનિકો દ્વારા અવાજો અને ચમકારા જોવામાં આવ્યા 

આ દરમ્યાન જ સેન્ટ પીટર્સબર્ગના પુલકોવો એરપોર્ટ અને તેની આસપાસના એરિયામાં પણ અસ્થાયી રૂપે પાવર કટ થયો છે. જેમાં સ્થાનિકો દ્વારા અવાજો અને ચમકારા જોવા આવ્યાનું સામે આવ્યું હતું. રશિયાની સરકારી સમાચાર એજેન્સી ઇન્ટરફેક્સએ જણાવ્યું કે એરપોર્ટના ડોમેસ્ટિક ફ્લાઈટ ડિપાર્ચર હોલમાં કામચલાઉ પાવર કટ થયો હતો, જેના કારણે નજીકના શુશારી વિસ્તારમાં પણ પાવર કટ થઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે પાવર કટના અડધા કલાક પહેલા તેમને અચાનક 'આકાશમાંથી રહસ્યમય અવાજો સંભળાવા લાગ્યા હતા. તે જ સમયે, ઘણા વિસ્તારોમાં વિસ્ફોટની ચમક પણ આકાશમાં દેખાઈ રહી હતી.

ઘણા વિસ્તારોમાં થયું પાવર સપ્લાય બંધ 

રશિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ઘણા વિસ્તારોમાં તમામ બિલ્ડીંગમાં પાવર કટ છે, લિફ્ટ બંધ છે, પાણી નથી...બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી હતી કે વીજળી કાપના કારણે વેઇટિંગ હોલમાં એક મિનિટમાં જ પાવર સપ્લાય શરુ થઇ ગયું હતું. તે જ સમયે, ફ્લાઇટ્સ પણ સરળતાથી ચાલવા લાગી છે.



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News