મળી ગયો ખજાનાનો નકશો!, 4000 વર્ષ પ્રાચીન નકશાનું રહસ્ય શોધવા મથામણ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો

ફ્રાંસના વૈજ્ઞાનિકોએ 4000 વર્ષ જુના એક પ્રાચીન પથ્થર પર બનેલા નકશાના રહસ્ય શોધવા માટે મથામણ કરી રહ્યા છે

એએફપીના રિપોર્ટ પ્રમાણે તેને પહેલીવાર વર્ષ 1900 માં શોધવામાં આવ્યો હતો

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
મળી ગયો ખજાનાનો નકશો!, 4000 વર્ષ પ્રાચીન નકશાનું રહસ્ય શોધવા મથામણ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો 1 - image
Image Social media

તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર

Secrets of ancient stone maps : ફ્રાંસના વૈજ્ઞાનિકોએ 4000 વર્ષ જુના એક પ્રાચીન પથ્થર (ancient stone)પર બનેલા નકશાના રહસ્ય શોધવા માટે મથામણ કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે આ નકશાને ઘણી હદ સુધી રહસ્ય શોધી લીધુ છે. 

પુરાતત્વવિદો અને વૈજ્ઞાનિકો (Archaeologists and scientists) એ 4000 વર્ષ જુના પ્રાચીન પથ્થર પર બનેલા નકશાના રહસ્યને ઉકેલી દીધાનો દાવો કર્યો છે. બ્રાજ એ જ યેના નકશો  જોતા પહેલી નજરમાં રહસ્યમય ચિન્હોને દર્શાવતો એક પથ્થરનો ટુકડો છે. પરંતુ આ સેંટ- બેલેક સ્લેબ પુરાતત્વવિદોએ ઉત્તર-પશ્ચિમી ફ્રાંસમાં ખોવાયેલા એક મોન્યુમેંટસ અને ખજાના સુધી લઈ જઈ શકે છે.

હોઈ શકે છે કોઈ ખજાનાનો નકશો

X (ટ્વિટર)  પર એક યુજરે કેટલીક તસવીરો શેર કરી છે તેમા કહેવામાં આવ્યું છે કે, આ કોઈ મોટા ખજાનાનો નકશો હોઈ શકે છે. પ્રોજેક્ટ પર કામ કરનારા સીએનઆરએસ અનુસંધાન સંસ્થાનના ક્લેમેંટ નિકોલસે મીડિયાને માહિતી આપતાં કહ્યું કે, આ પથ્થરનો નકશો ઘણો જ મહત્વનો છે કારણ કે તેના કાર્ટોગ્રાફિક કંટેટને પ્રદર્શિત કરવા માટે પહેલીવાર સક્ષમ થયા છીએ. 

યુરોપનો સૌથી જુનો નકશો

સેંટ-બેલેક સ્લેબને 2021માં યુરોપના સૌથી પ્રાચિન નકશા તરીકે જાહેર કરવામાં આવ્યો છે, અને ત્યારથી પુરાતત્વવિદો તેના ચિહ્નોને સમજવાની કોશિશ કરી રહ્યા છે. કે જેથી કરીને તેના રહસ્ય સુધી પહોચી શકાય. એએફપીના રિપોર્ટ પ્રમાણે તેને પહેલીવાર 1900 માં શોધવામાં આવ્યો હતો, પરંતુ તેને શોધનારા  ઈતિહાસકારોએ તેને મહત્વ નહોતુ આપ્યું. 

કેટલો મોટો છે નકશામાં બનેલો એરિયા

આ અતિ પ્રાચિન પથ્થરને પ્રોફેસર યવન પેલર અને નિકોલસે આ કલાકૃતિને ફરીથી શોધી છે અને હાલમાં એક સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે. એવુ કહેવામાં આવ્યું છે કે, આ પથ્થર પર એવા કેટલાક ચિહ્નો છે જે સરળ રીત સમજાય તેવા નથી. સંશોધનકર્તાઓ અત્યાર સુધી નકશામાં બનેલી જગ્યા વિશે લગભગ 18 X13 માઈલથી વધારે વિસ્તારમાં ફેલાયેલ હોય તેવી ધારણાઓ બાંધી રહ્યા છે. 

મળી ગયો ખજાનાનો નકશો!, 4000 વર્ષ પ્રાચીન નકશાનું રહસ્ય શોધવા મથામણ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો 2 - image



Google NewsGoogle News