મ્યાંમાર પાસે ૫ ટન પરમાણુ સામગ્રીના ઉત્પાદનની શકયતા, પરમાણુની તસ્કરીથી મચી સનસનાટી

યુએસ પરમાણુ ફોરેન્સિક લેબોરેટરીમાં યૂરેનિયમ અને હથિયાર ગ્રેડ પ્લૂટોનિયમની પુષ્ઠી

૨૦૦૦ કિલોગ્રામ થોરિયમ-૨૩૨ અને ૧૦૦ કિલોગ્રામ યેલોકેક સુધીની પહોંચ

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
મ્યાંમાર પાસે ૫  ટન પરમાણુ સામગ્રીના ઉત્પાદનની શકયતા, પરમાણુની તસ્કરીથી મચી સનસનાટી 1 - image


નવી દિલ્હી, ૭ માર્ચ,૨૦૨૪,ગુરુવાર 

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં પરમાણુ સામગ્રીની તસ્કરી થતી હોવાના અહેવાલથી સનસની મચી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૨૧ ફેબુ્રઆરીના રોજ અમેરિકી ન્યાય વિભાગે જાપાની યાકુબ નેતા તાકેશી એબિસાવાને ચાર વર્ષ પહેલા મ્યાંમારમાંથી પરમાણુ સામગ્રીની તસ્કરીના મામલે દોષી ઠરાવ્યો હતો. ન્યૂયોર્ક શહેરમાં ગેર કાયદેસર હથિયારોનો વેપાર અને માદક પદાર્થોની તસ્કરીના આરોપસર અમેરિકાની કસ્ટડીમાં હતો.

તાજેતરમાં તેના પર લાગેલા આરોપ મુજબ મ્યાંમારમાં અનામ વિદ્વોહીઓ તરફથી હથિયારો અને ગ્રેડ પ્લૂટોનિયમ અને યૂરેનિયમ કંસટ્રેટ પાઉડર વેચવાનો પ્રયાસ કર્યો હતો જેને યેલોકેક નામથી ઓળખવામાં આવે છે. તેના બદલામાં મ્યાંમારમાં વિદ્વોહીઓને સપાટીથી હવામાં માર કરી શકતી મિસાઇલો અને અન્ય સૈન્ય ગ્રેડ હથિયારો આપવાનું હતું. 

મ્યાંમાર પાસે ૫  ટન પરમાણુ સામગ્રીના ઉત્પાદનની શકયતા, પરમાણુની તસ્કરીથી મચી સનસનાટી 2 - image

આ આરોપ પરથી જાણવા મળે છે કે એબિસાવા અને અન્ય સાથીદારોએ ૪ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ અમેરિકી ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીના એજન્ટોએ કહયું હતું કે મ્યાંમારમાં લગભગ  પાંચ ટન પરમાણુ સામગ્રીનું ઉત્પાદન શકય છે. આ ઉપરાંત એબિસાવાએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે ૨૦૦૦ કિલોગ્રામ થોરિયમ-૨૩૨ અને ૧૦૦ કિલોગ્રામ યેલોકેક સુધીની પહોંચ ધરાવે છે. આને સાબીતી માટે અનેક તસ્વીરોને પણ ડીઇએ એજ્ન્ટોને મોકલી હતી. આરોપનામામાં જણાવાયું હતું કે યુએસ પરમાણુ ફોરેન્સિક લેબોરેટરીમાં આ નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી.

નમુનાની તપાસમાં યૂરેનિયમ અને હથિયાર ગ્રેડ પ્લૂટોનિયમ હોવાની પુષ્ઠી થઇ હતી. અમેરિકી ડીઇઓ એજન્ટોએ ઇરાનના જનરલ બનીને એબિસાના પાસેથી પરમાણુ સામગ્રી ખરીદવાનો સંપર્ક કર્યો હતો.પોતે ખરેખર ઇરાની જનરલ સાથે વાત કરી રહયો છે એમ એબિસાવા માનતો હતો પરંતુ હકિકતમાં તો અમેરિકી એજન્ટ હતો તેની ગંધ આવી નહી. ડીઇએના સ્ટિંગ ઓપરેશનમાં રેકેટના પર્દાફાશ કરીને પરમાણુ સામગ્રી ખતરનાક લોકોના હાથમાં જતી અટકાવી હતી. 

મ્યાંમાર પાસે ૫  ટન પરમાણુ સામગ્રીના ઉત્પાદનની શકયતા, પરમાણુની તસ્કરીથી મચી સનસનાટી 3 - image

આ ઘટનાએ મ્યાંમારમાં પરમાણુ ઉત્પાદન અને પ્રચાર પ્રસારની ગંભીરતા દુનિયા સમક્ષ રાખી હતી. મ્યાંમારનું સૈન્ય શાસન વર્ષોથી પરમાણુ સમ્પન બનવા પ્રયાસ કરતું રહયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મ્યાંમારમાં પરમાણુ ઉર્જના ઉપયોગનો પ્રથમ પ્રયાસ ૧૯૫૫માં થયો હતો. ત્યાર પછી યુનિયન ઓફ બર્મા પરમાણુ કેન્દ્રની સ્થાપના થઇ હતી. મ્યાંમારે પરમાણુ શકિત અંગેના યુએન રાષ્ટ્ર શાંતિ સંમેલનમાં ભાગ લીધો હતો. ૧૯૫૭માં મ્યાંમાર આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના સંસ્થાપક દેશોમાંનો એક હતો.

૧૯૯૨માં મ્યાંમાર પરમાણુ શસ્ત્રોના અ પ્રસાર (એનપીટી) સંધી પર હસ્તાક્ષર કરનારો ગેર પરમાણુ શસ્ત્રોવાળો દેશ હતો. મ્યાંમારનો પરમાણુ ઉર્જા મામલે ઓન પેપર રેકોર્ડ સારો રહયો છે તેમ છતાં યાકુબ નેતા તારેશી એબિસાવા પાસેથી જે માહિતી મળી છે તે ખૂબ ચોંકાવનારી છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાન પરમાણુ ટેકનોલોજી મામલે દુનિયામાં બેજવાબદાર રહયો છે પરંતુ મ્યાંમારમાંથી પરમાણુ સામગ્રીની ચોરીનો પર્દાફાશ અસાધારણ બાબત છે.


Google NewsGoogle News