VIDEO : આંખના પલકારામાં જ ઈમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ, મ્યાનમારમાં ભૂકંપે વિનાશ વેર્યો
Myanmar Earthquake Viral video : મ્યાનમાર અને થાઇલેન્ડમાં 7.2 થી 7.7 ની તીવ્રતાવાળા ભૂકંપથી આખા દેશને મચમચાવી દીધો છે. જોતજોતાં ઘણી બહુમાળી ઈમારતો કડડભૂસ થઇ ગઇ હતી. રસ્તા પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો આમતેમ જીવ બચાવવા દોડતાં જોવા મળ્યા.
મ્યાનમારમાં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં તબાહીનો ભયાનક નજારો જોવા મળે છે. ધરાશાયી થતી ઇમારો અને રસ્તા પર દોડતા લોકોની ભીડ દિલને હચમચાવી દેનાર છે.
આ પણ વાંચો: મ્યાનમાર-થાઈલેન્ડમાં અનેક ઈમારતો ધરાશાયી, 43 લોકો ગુમ, બેંગકોકમાં ઈમરજન્સી જાહેર
ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું સાગિંગમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. ભૂકંપના આંચકાના લીધે મ્યાનમારના માંડલેયમાં ઇરાવડી નદી પર આવેલો એવા બ્રિજ પણ ધરાશાયી થઇ ગયો છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર રિક્ટર સ્કેલ પ્રમાણે ભૂકંપના પ્રથમ આંચકાની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 હતી.
દેશના અલગ-અલગ ભાગમાંથી ભૂકંપની તબાહી અને ત્યારપછીની પરિસ્થિતિના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો મ્યાનમાર અને થાઇલેન્ડ બંને જગ્યાના છે. તેમાં તૂટતી બિલ્ડીંગ જોઇને ભૂકંપની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.