ભૂકંપને પગલે મ્યાનમાર-બેંગકોકમાં કાટમાળના ડુંગર, 100 ફૂટ ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા
Myanmar Earthquake : મ્યાનમારના સાગિંગ વિસ્તારમાં આજે સવારે 7.2ની તીવ્રતાના ભયાનક ભૂકંપે તબાહી મચાવી હતી. થાઇલેન્ડના બેંકૉક સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજુ સુધી જાનહાનિના સચોટ આંકડા પ્રાપ્ત થયા નથી, પરંતુ 25 લોકોના મોત અને 43 લોકો ગુમ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ વિસ્તાર ભૂકંપીય ઝોન-5માં આવે છે અને આગામી 48 કલાક સુધી આંચકા આવી શકે છે. કાટમાળમાં ફસાયેલા લોકોની મદદ માટે રેડ ક્રોસ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો.
શુક્રવારે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ 12 મિનિટ પછી 6.4 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકા થાઇલેન્ડ, ચીન અને ભારતના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા.
આ પણ વાંચો: VIDEO : આંખના પલકારામાં જ ઈમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ, મ્યાનમારમાં ભૂકંપે વિનાશ વેર્યો
ભૂકંપનો આંચકો એટલો ભયાનક હતો કે ઇરાવદી નદી પર બનેલો 120 વર્ષ જૂનો એવા બ્રિજ ધરાશાયી થયો હતો. આ બ્રિજ પરિવહન અને પર્યટન માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતો.
માંડલે શહેરમાં એક બહુમાળી બિલ્ડીંગ જોતજોતાં જ જમીનદોસ થઇ ગઇ હતી.
થાઈલેન્ડમાં એરપોર્ટ પર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઈટ પણ કેન્સલ થઈ છે. થાઈલેન્ડના વડાપ્રધાને ભૂકંપ બાદ બેંગકોંકમાં ઈમરજન્સી લાદી છે. થાઈલેન્ડ અને મ્યાનમારમાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. અનેક ઈમારતો આંખના પલકારે જમીનદોસ્ત થઈ છે. અનેક લોકો ગુમ છે. USGS એ હજારો લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે.
ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું સાગિંગમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર રિક્ટર સ્કેલ પ્રમાણે ભૂકંપના પ્રથમ આંચકાની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 હતી.