મારી દિકરી એક અનુભવી અવકાશયાત્રી છે, સુનિતા વિલિયમ્સ અંગે માતાનું બયાન
તેને શું કરવાનું છે તે જાણે છે માટે તેને હું કોઇ જ સલાહ આપતી નથી.
તેને શું કરવાનું છે તે જાણે છે માટે તેને હું કોઇ જ સલાહ આપતી નથી.
ન્યૂયોર્ક, 29 ઓગસ્ટ,2024, ગુરુવાર
ગત જૂન મહિનામાં એક અઠવાડિયા માટે સ્પેસ સ્ટેશનમાં ગયેલી ભારતીય મૂળની એસ્ટ્રોનોટ્સ સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર અવકાશમાં ફસાયા છે,નાસાના બંને એસ્ટોનોટ્સ સ્ટાર લાઇનરના સ્પેસક્રાફટમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. સ્પેસક્રાફટમાં ટેકનિકલ ખામી ઉભી થવાથી તેમનું પૃથ્વી પર આવવું વિલંબમાં મુકાયું છે.
હવે સ્પેસમાં લાંબો સમય સુધી રોકાવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સુનીતા અને બેરી માટે દુનિયા આખી ચિંતા કરી રહી છે. ભારતમાં સુનિતા વિલિયમ્સ માટે લોકો પ્રાર્થના પણ કરી રહયા છે. આવા સમયે સુનીતા વિલિયમ્સની માતાએ પણ નિવેદન આપતા જણાવ્યું છે કે મારી પુત્રી સાથે હમણા જ વાત થઇ છે. તેને બધુ જ સારુ થશે અને ચિંતા નહી કરવા નું કહયું છે.
અમેરિકી મીડિયા હાઉસ વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા એક સાક્ષાત્કારમાં માતા બોની પંડયાએ જણાવ્યું હતું કે પુત્રીને પૃથ્વી પર આવવામાં વધુ સમય લાગી રહયો છે પરંતુ તેનાથી કોઇ જ પરેશાની નથી.
વિલ્મોર અને સુનિતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ખૂબ મહેનત કરી રહયા છે. સુનિતા એક અનુભવી અંતરિક્ષયાત્રી છે. તેને શું કરવાનું છે તે જાણે છે માટે તેને હું કોઇ જ સલાહ આપતી નથી. તે ૪૦૦ કરતા પણ વધુ દિવસ અંતરિક્ષમાં રહેલી છે.